________________
નથી આથી બધેજ સમદ્રષ્ટિવાળા થવું જોઈએ (આ પ્રમાણેના સૂરિજીના વચનો સાંભળીને (તેઓના ધર્માર્થી બનેલાઓના) હૃદયમાં સ્થાન (વિશ્વાસ) ને પામ્યા આ મધ્યસ્થ વચનવાળા છે. અને સાચું બોલે છે. તેથી તેઓ પ્રત્યનિક ભાવને છોડી ભદ્રિક મનવાળા થયા તથા જેમને મિથ્યાત્વમાં બાંકોરું માર્ગ (પ્રકાશ) મેળવ્યો છે તેવા તેઓ જિન વચનમાં વિશ્વાસવાળા (શ્રધ્ધાળુ) થયા. તેમને શુધ્ધ સમ્યક્ત્વના આરોપણ કરવા વડે સમકીત ધારી (દર્શન શ્રાવક) બનાવ્યા તથા દેશવિ૨તીને જેઓ યોગ્ય હતા તેઓને એક પ્રકારે વિ. પ્રાણાતિપાતાદિની યથાશક્તિ વિરતીને ગ્રહણ કરાવી. તે બધાએ મુનિચંદ્રનું આગમન સાંભળીને આ ગુરુનો ભાણેજ છે. એમ માની વંદન કરવા આવ્યા ત્યાં જે યથા ભદ્રિકો આવ્યા હતા. તેઓની આગળ કહેવા લાગ્યો અર્થાત્ પૂછ્યું તમે ધર્માનુષ્ઠાન શું કરો છો ? તેઓએ કહ્યું કે બધા દેવોને પ્રણામ વિ. તમારા ગુરુએ કહ્યું હતું તે પ્રમાણે કરીએ છીએ. ત્યારે મુનિચંદ્રે કહ્યું તમને મારા ગુરુએ છેતર્યા છે. આ પ્રમાણે કહી ઉન્માર્ગની દેશના વડે પોતાના આત્માને ડુબાડ્યો અને તમને પણ મિથ્યાત્વમાં સ્થિર કરી સંસારમાં પણ પાડ્યા તેથી આવા પ્રકારના ધર્માનુષ્ઠાન વડે કંઈ પણ સિધ્ધિ થતી નથી. ત્યારે તે યથાભદ્રિકો સારી રીતે ધર્મથી પાછા પડ્યા અને ચૈત્ય અને સાધુના બાધક થયા સારી રીતે ધર્મને છોડવાથી સંસારના ભાજન બન્યા એ પ્રમાણે મુનિચંદ્ર ઘણા લોકોને અસદ્ભાવ ઉત્પન્ન કરવા વડે ઉન્માર્ગ પ્રવર્તાવી મરીને ૫૨માઘામી અસુરોમાં ઉત્પન્ન થયો. ત્યાંથી અંડગોલિક નામે જલ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો ત્યાં અંડગોલને માટે તેને મા૨વામાં આવે છે. એક વર્ષ સુધી પરમઘોર ભયંકર દુઃખને સહન કરતો ઉન્માર્ગે દેશના, ગુરુપર આક્ષેપ પરમાધામી પણામાં કરેલા ન કરવા યોગ્ય કાર્યોના કારણે બંધાયેલા કર્મના પ્રભાવથી વારંવાર સાત વખત ત્યાંજ ઉત્પન્ન થશે અને વચ્ચે - વચ્ચે ન૨કમાં જશે. ફરી ફરી એ રીતે જ રત્નદ્વીપના મનુષ્ય વડે ૧ વર્ષ સુધી યંત્રમાં પીલાવાની વિધિ (ક્રિયા) વડે મારવામાં આવશે એ પ્રમાણે મહા દુઃખનો અનુભવ કરીને નરક, મનુષ્ય, તીર્યંચ અને કુદેવની ગતિઓમાં ફરતાં અનંત કાલ સુધી સંસારમાં ભમશે આથી અવિવિધ દેશના વડે માર્ગ (ધર્મ) સન્મુખ જીવોને ધર્મ વિમુખ કરવા નહિ આવા પ્રકારનો વિપાક
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 191 અંશ-૨, તરંગ-૯