________________
જેવી રીતે ઠંડીમાં પણ પ્રયત્ન પૂર્વક લભ્ય સ્મશાનમાં રહેલો અગ્નિ કોઈથી સેવાતો નથી. અર્થાત્ કોઈ સેવતું નથી. સદાચારથી ભ્રષ્ટ થયેલાના વચનો સારા હોવા છતાં ગ્રહણ થતાં નથી તેની જેમ... પાર્થસ્થાદિને છોડી સુગુરુને સેવવા એ પ્રમાણે બીજો ભેદ થયો.
(૩) જેવી રીતે પ્રોઢ સરોવર પહેલાં પણ નિર્મળ જલથી ભરાયેલું હોવાથી નવા વરસાદનું પાણી આવતાં સ્વલ્પજ કલુષિત (મેલા) પણાને પામે છે. અને કમલાદિથી શોભાપણાને પામે છે. (ધારણ કરે છે.) વળી તે જલના આવવાના માર્ગને વિષે પણ દૂરથી અપવિત્ર (મેલ) વિ. પ્રસંગને છોડી દે છે. (એટલે કે જલને આવવા જવાના માર્ગમાંજ અશુચિનો ત્યાગ કરે છે.) એ પ્રમાણે બહુ ગુણવાળું અને સ્વલ્પ દોષ વાળું કહ્યું છે. અને તેથી બધા જલ વિ. ની ઈચ્છાવાળાઓ અનદનીયતા વડે આશ્રય કરે છે એ પ્રમાણે કેટલાક ગુરુઓ પણ જલની જેમ જ્ઞાનાદિ આચારનું સારી રીતે પાલણ કરવામાં પ્રવીણ, કમલની ઉપમા સમા, સવિશેષ (અતિશય) પ્રભાવવાળા, પ્રશમાદિ ગુણરૂપ સંપત્તિથી પ્રાપ્ત કરેલી અધિક શોભાને ધરનારા, શુધ્ધ ધર્મ માર્ગના પ્રરુપક, દૂરથી જ અશુધ્ધ માર્ગની પ્રરૂપણા અને અપવિત્ર પ્રસંગોને છોડી દેવાવાળા છે. પરંતુ વચ્ચે વચ્ચે પોતાના ધર્મરૂપી જલને અતિચારો વડે કંઈક કલુષિત કરે છે. તેથી બહુગુણવાળા અને અલ્પ દોષવાળા તેઓને સમજીને ધર્માર્થિઓએ અનીંદનીયતા વડે... નિંદા કર્યા વગર સેવવા યોગ્ય છે. પંચાશકમાં કહ્યું છે કે :श्लोक :- गुरुगुणरहिओ अ गुरु, दब्बो मूलगुणविउत्तो जो ।
- નરસિવિલીત્તિ, ચંદ્દો ફિર વારૂતિ llફા
(૪) વળી જેવી રીતે માનસ સરોવર હંમેશા નિર્મલ જલવાળું હોય છે. વર્ષાઋતુમાં પણ કલુષિતતાને ધારણ કરતું નથી. કમલાદિથી શોભે છે. અને રાજ હંસો વડે નિરંતર સેવાય છે એ પ્રમાણે કેવલ ગુણથી ભરેલું છે. તેવી રીતે કેટલાક ગુરુઓ હંમેશા અતિચાર વગરના ચારિત્રવાળા અને સીમા વગરના પ્રશમાદિ ગુણથી શોભતા હોય છે. તેથી જ ગુણથી આકૃષ્ટ થયેલા દેવો વડે પણ હંમેશા સેવાય છે. એ પ્રમાણે કેવળ ગુણોવાળા શ્રી વજાસ્વામિ
Hatinasasaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
BBBBBBBBBB
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 199) અંશ-ર, તરંગ-૧૦ ||
REE