________________
I અંશ-૨ (તરંગ-૯) !
હવે ગુરુની દેશનામાં આવેલ યોગ્યયોગ્યપણું કહે છે :
શ્લોકાર્થ:- ખારો - ખાટો - પુષ્કર - સંવૃર્તાદિ મેઘની જેમ ધર્મ બીજનો નાશ કરનાર અને ધર્મ બીજને ઉગાડનાર ગુરુનો ઉપદેશ હોય છે.
વ્યાખ્યા :- જેમ ખારો, ખાટો વિ. અને પુષ્કર, સંવૃર્ત વિ. વરસાદ બીજનો નાશ કરે છે. અને બીજને વધારે (ઉત્પન્ન) કરે છે. તેમાં ખારો વર્ષાદ - ખાટો વર્ષાદ - અગ્નિનો વરસાદ – વિષનો વરસાદ - ઉલ્કાનો વરસાદ યુગના અંતસમયે (અવસર્પિણીનો પાંચમો આરો પૂર્ણ થતાં) વર્ષે છે તે ઉત્તરોત્તર બીજના સંપૂર્ણનાશ માટે થાય છે. અને પુષ્પરાવર્ત મેઘ - ક્ષીર મેઘ – ધૃતનો મેઘ – અમૃત મેઘ - રસમેઘ - યુગની આદિમાં એટલે કે (ઉત્સર્પિણિના બીજા આરાની શરૂઆતમાં) ઉત્તરોત્તર બીજની વૃધ્ધિ માટે થાય છે.
કહ્યું છે કે - ખારો ખાટો - અગ્નિ - વિષ અને ઉલ્કા (અશનિ)નો વર્ષાદ પોતપોતાના નામના ગુણ પ્રમાણે વર્ષે છે. જેથી કરીને ખાંસી - દમ - શૂલ - કોઢ – જલોદર - તાવ – માથાનો દુઃખાવો અને વળી બીજા પણ મહારોગો મનુષ્યોને થાય છે. અને જલચર જંતુ – ખેચર પક્ષી - સ્થલચર તીર્થંચ પ્રાણીઓ (અવસર્પિણીના પાંચમા આરાને અંતે) દુ:ખવાળા બનશે. અને ખેતર - વન - ઉદ્યાન - વેલડીઓ - ઝાડ - ઘાસનો ક્ષય થશે અને વળી (ઉત્સપિણિના બીજા આરાની શરૂઆતમાં) પુષ્પરાવર્ત મેઘ પૃથ્વીને ઠંડી - શાન્ત કરશે, બીજો ક્ષીર મેઘ ધાન્યને ઉત્પન્ન કરશે, ત્રીજો ધૃત્તમેશ ચીકાશને પેદા કરશે. ચોથો અમૃત મેઘ ઔષધાદિ કરશે અને પાંચમો રસ મેઘ પૃથ્વીને રસવાળી બનાવશે.
હે શિષ્ય ! ૩૫ દિવસ સુધી વરસાદની વૃષ્ટિ થશે (દરેક વરસાદ સાત - સાત દિવસ સુધી વરસશે)
એ પ્રમાણે અવસરૌચિત્ય નહિ જાણનારા પાત્ર - અપાત્ર વિ. ની પરિક્ષા નહિ કરીને અથવા રાગદ્વેષ વિ. થી યુક્ત ગુરુનો ઉપદેશ પણ કેટલાકને ધર્મરૂપી બીજના નાશનું કારણ બને છે મહાનિશિથમાં પ્રસિધ્ધ
IRBAGSRSSARARARRORRANDORRAAD
BARBERRRRRRRRRRRRRRRRRRRRRR
88888888888888888888888888888888888888899
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૯