________________
અવકેશિતરુ - વાંઝીયું ઝાડ ઘણી માવજત કરવા છતાં સીંચવા છતાં, રક્ષણ કરવા છતાં, અને મોટા કરવા છતાંય ક્યારે પણ ફળને આપતાં નથી. માત્ર છાયા જ આપે છે. તેવીરીતે કેટલાક ગુરુઓ ઘણી સેવા કરવા છતાં પણ ખાનપાનાદિ વડે ઘણી વૈયાવચ્ચ કરવા છતાં અને વસ્ત્રાદિ વડે સત્કારવા છતાં પણ કંઈપણ શુભધર્મફલને કે અશુભ ધર્મ ફલને પોતાના આશ્રિતોને ક્યારે પણ આપતા નથી. માત્ર તેઓનું આવર્જન કરવા માટે તેઓના ગુણની પ્રશંસા, તેઓના મનને ગમતી સુંદર વાર્તા, શ્લોકો, કવિતાદિ ઉપદેશે છે. તેના શ્રવણથી આકર્ષાયેલા તેઓ તેની ઉપાસના (સેવા) કરે છે. વળી
ક્યારેક કંઈક ધર્મોપદેશ આપે છે. તો પણ દેવ પૂજા દાનાદિ રુપ જ ધર્મોપદેશ જ આપે છે. પરંતું વિશેષ પ્રકારની વિધિ અનુષ્ઠાનતત્વાદિનો ઉપદેશ આપતાં નથી. ગોત્રાદિ દેવી વિ. નું પૂજન, પિતૃદાન વિ. કરવા વિ. નો ઉપદેશ આપે છે. તેઓએ આપેલો ઉપદેશ કંઈક મિથ્યાત્વ મિશ્રિત દેવ પૂજાદિ ધર્મનું અલ્પપણું હોવાથી તેની ગણતરી (વિવક્ષા) કરી નથી કરતાં નથી પાસFાચાર્ય વિ. ના દૃષ્ટાંત અહીંયા જાણવા અથવા (જ્યારે) કેટલાક સારા આચરણવાળા (સુવિહિત) આચાર્યો પણ સારા જ્ઞાનવાળા હોવા છતાં પણ વ્યાખ્યાન વિ. માં અને વીરાદિ રસના પોષણમાં નિપુણ છતાં પણ તેવા પ્રકારના ધર્મરસને પુષ્ટ કરતાં નથી. જેથી કરીને તેઓથી ભાવિત શ્રોતાઓ ધર્મને અંગીકાર કરતાં નથી ઈતિ અવકેશી (વાંઝીયા) ઝાડ જેવા.
શ્લોકાર્થ આ પ્રમાણે અહીંયા આપેલા દૃષ્ટાંતથી હે બુધ (પંડિત) જનો ! ગુરુમાં રહેલાં પાંચ પ્રકારોને જાણીને ભવના શત્રુપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે ત્રીજા અને ચોથા ભાંગાવાળા બે ગુરુનો આશ્રય (સેવા) કરો અને બીજાનો ત્યાગ કરો.
|| ઈતિ અષ્ટમ તરંગ પૂર્ણ .
પ.
Infoteandsanandanantiniannaduintestinemasiaaaawaawaiiiiiiannathanaaaaaaan
fIl888888888888aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (188) અંશ-ર, તરંગ-૮ |