________________
લાભ થશે. અમારો સ્વામિ નાસ્તિક હોવા છતાં પણ આપની પાસેથી ધર્મને પામશે. તમારા આવવાથી ત્યાં ધર્મનું સામ્રાજ્ય થશે (સ્થપાસે) કારણ કે તમારામાં તેવી લબ્ધિ દેખાય છે.
પછી અનુક્રમે વિહાર કરતાં કેશીગણધર ગુરુએ વર્તમાન જોગ એમ કહીને સ્વીકાર કર્યા પછી અનુક્રમે વિહાર કરતાં કેશીગણધર શ્વેતામ્બિકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા, પૂર્વના સંકેતાનુસાર ઉદ્યાન પાલક મંત્રીને ગુરુનું આગમન જણાવ્યું આનંદિત થયેલ મંત્રીએ રાજાથી ડરતાં સ્થાનમાં રહીને જ નમસ્કાર કર્યા અને વિચાર્યું કે જો રાજા ગુરુનું આગમન જાણશે તો તે તેમની અવજ્ઞા કરશે. તેથી પહેલાં જ કોઈપણ ઉપાયે રાજાને ગુરુની પાસે લઈ જવું પછી ઘોડે સ્વારીના છદ્મ (બહાના) થી રાજાને ઉદ્યાનની નજીકમાં લઈ ગયો. ત્યાં થાકી ગયેલા રાજાએ ઝાડની છાયા નીચે વિશ્રામ લીધો. થોડીવાર થયે સ્વસ્થ થયેલો એવો તે રાજા મધુર અવાજ સાંભળીને બોલ્યો તે મંત્રીનું ! આ અવાજ કોનો છે ? મંત્રીએ કહ્યું હું જાણતો નથી પરંતુ આપ પધારો અને વનની રમણીયતાને નિહાળો.
પછી ત્યાંથી–આગળ જતાં ઘણી જન મેદની વચ્ચે મુનિના સમુહથી પરિવરેલા ધર્મનો ઉપદેશ આપતાં ગુરુને જોઈને મંત્રીને પૂછ્યું આ મુંડીયો રાડો શા માટે પાડે છે ? આ ચોર ક્યારે આવ્યો છે ? હમણાંજ આ પાખંડી દૂર કરો (કાઢી મૂકો) બીજા દેશની જેમ આપણા દેશને પણ લૂંટે – ચોરે નહિ રાજાની આજ્ઞાથી કેટલાંક પગલાં જઈને પાછા ફરીને રાજાને કહ્યું હે દેવ ! એ પ્રમાણે તેને કાઢવા જતાં દેશાન્તરમાં ગયેલો તે લોકોની આગળ કહેશે કે પ્રદેશ રાજા મૂર્ખ શિરોમણી છે. કંઈ જાણતો નથી. ઉલ્ટે ગુણી જનોની અવજ્ઞા કરે છે. તો તેને વાદ વડે જીતીને કાઢી મૂકવો તે અભિમાનનો ભંગ થવાથી જાતે જ પલાયન થઈ (નાસી) જશે. તમારી આગળ બૃહસ્પતિ પણ વાદ કરવા (બોલવા) માટે સમર્થ નથી. તો પછી આ બીચારાનું તો શું ગજું?
એ પ્રમાણે ઉત્સાહિત (પાણી ચડાવેલ) કરેલો રાજા ત્યાં જઈને બોલ્યો હે આચાર્ય! ક્યારે આવ્યા છો ? હમણાંજ એ પ્રમાણે તેમણે કહ્યું પછી બન્ને જણા આસન ઉપર બેઠા.
ફલશ્ક
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaazથ્થaas
posegaBOOSOBOS BROSSBROSSBBSBBSBBSB2Bessagesse
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૮
spágitHREE Batatad=1