________________
ફલને આપે છે. પરંતુ તે પણ તેઓ વિદ્યાદિના અભિમાન રૂપ ઉંચાઈથી, ક્રોધાદિ સ્વભાવથી, અત્યંત લોભવૃત્તિથી અથવા પ્રમાદથી, બુધ્ધિની મંદતા, વાણીની અસુંદરતા વિ. હેતુથી ગુરુઓ પાસેથી લેવા માટે દુઃશક્ય છે. માત્ર ક્યારેક તે ધર્મના વિષયમાં તીવ્ર અધ્યવસાયવાળા અત્યંત ઔદાર્યાદિગુણવાળા બહુ ધનાદિ વડે પૂજામાં તત્પર તેઓને પ્રમાદ વિ. છોડીને તેવીરીતે ઉપદેશ આપે છે. જેવી રીતે તે ધર્મ તેઓના હૃદયમાં વસી જાય છે. એ પ્રમાણે દુઃખ ગ્રાહ્ય અશુભ ફલ આપનારા હોય છે. અને જેના પર દૃષ્ટાંતની છટા કરવાની છે તેનો સબંધ સુગમ છે. ફક્ત તાલના ઉચાપણાને ઉપમા જેવા ગુરુની અભિમાન રૂપી ઉંચાઈ ક્રોધ સ્વભાવ વિ. જાણવા ઈતિ બીજો ભાંગો.
કદલીતરુઃ- જેવી રીતે કેળાનું ઝાડ ઉત્તમ અને તેના ફળો સુંદર અને સુખ પૂર્વક ગ્રાહ્ય છે. તેવી રીતે કેટલાક ગુરુઓ સકલ સગુણથી શોભતા હોવાથી ઉત્તમ છે. ક્ષીરાસ્ત્રવ, મધવાસ્ત્રવ વિ. લબ્ધિથી સંપન્ન પરોપકાર કરવો એજ પ્રવૃત્તિ યુક્ત નિસ્પૃહભાવથી આલોક અને પરલોકમાં હિતકારી અહિંસા જેનું મૂલ છે. તેવા ધર્મને તેવી રીતે ઉપદેશે છે. જેવી રીતે બાળકાદિ તે ધર્મને સુખપૂર્વક ગ્રહણ કરે છે. (સ્વીકારે છે.) અને પશુ વિ. પણ સ્વીકારે છે. તો પછી તીવ્ર બુધ્ધિમાન પુરુષોની તો શી વાત ? એ પ્રમાણે સુખથી ગ્રાહ્ય અને શુભ ધર્મફલ આપનારા કહ્યા છે જે રીતે શ્રી કેશી ગણધરે પ્રદેશી રાજાને પ્રતિ બોધિત કર્યા તે આ રીતે :
કેશીગણધર અને પ્રદેશ રાજાની કથા
શ્વેતામ્બિ નગરીમાં નાસ્તિક ધર્મથી વાસિત પ્રદેશ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને ચિત્રનામનો મંત્ર હતો, તે એક વખત રાજ્યના કામ માટે શ્રાવસ્તિ નગરીમાં ગયો. ત્યાં ચાર જ્ઞાનને ધરનારા કેશીગણધરને વંદન માટે આવેલા જન સમુદાયને જોઈને તે પણ કૌતુકતાથી ત્યાં ગયો. આ પ્રતિબોધ પામશે એમ વિચારીને ગુરુએ તેને બોલાવ્યો અને તેના હૃદયના ભાવને કહ્યો. તેથી તે આશ્ચર્ય પામ્યો અને તેણે સમ્યકત્વમૂલ ધર્મને સ્વીકાર્યો અને ગુરુને નિમંત્રણ આપ્યું. અમારી નગરીને પાવન કરો. ત્યાં તમને ઘણો || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (183)| અંશ-ર, તરંગ-૮ ||
BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRASOBRE
યામાહanaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaધ્યાત્રા