________________
પિતાના મિત્રની પાસેથી ધન લઈને જલમાર્ગે અને ત્યા૨બાદ મામાનું ધન લઈને બીજે સ્થાને ગયો.
પરંતુ અંતરાય કર્મના ઉદયથી તે બધું ચોરની ધાડમાં, વન દવમાં, વહાણ ભાંગી જવા વિ. ના કારણે મનોરથ જેના ભાંગી ગયા છે. અથવા વિફલ થયા છે તેવા તેને એક યોગી મલ્યો. તે યોગિએ તેને રસને માટે રસના કૂવામાં નાખ્યો પછી ચંદન ઘોના આધારે કોઈપણ રીતે તે બહાર નીકળ્યો વનના હાથી વિ. થી નાસતા એવા તેણે સુવર્ણ ભૂમિ તરફ જતાં એવા મામાનો પુત્ર રુદ્રદત્તને ત્યાં જોયો અને તેને મલ્યો તેણે બે બકરા ખરીદ્યા, તેના ઉપર બેસીને બન્ને જણા સમુદ્ર કીનારે આવ્યા. રુદ્રદત્તે કહ્યું છરી લઈ બકરાને મારી બકરાના ખોળીયામાં પ્રવેશવું. તેથી ભાદંડ પક્ષી માંસની બુધ્ધિથી સ્વર્ણ દ્વીપે લઈ જશે. તે સાંભળીને ચારુદત્તે કહ્યું :- જીવનો વધ શા માટે કરવો ? એમ કહ્યું ત્યારે રુદ્રદત્તે પોતાનો બકરો હણી નાંખ્યો જ્યાં તે બીજો હણે છે તેટલામાં ચારુદત્તે અનશન (ચારે આહારનો ત્યાગ) કરાવ્યું. અને નમસ્કાર મહામંત્ર (નવકા૨) સંભળાવ્યો પછી બન્ને જણા જુદા જુદા બકરાના ખોળીયામાં પ્રવેશ્યા અને ભારડ પક્ષીઓએ આવીને બન્નેને ઉંચકી લીધા અને ઉડ્યા રસ્તામાં ચારૂદત્તની ભસ્ત્રીકા ભા૨ેડ પક્ષીના મુખમાંથી સરોવ૨માં પડી તેમાંથી ચારુદત્ત બહાર નીકળ્યો અને એક પર્વત ઉપર સાધુને જોયા અને તેમને તેણે નમસ્કાર કર્યા.
સાધુએ કહ્યું :-હે ભદ્ર ! તે હું અમીતગતિ વિદ્યાધર છું જેના ઉપર તેં બંધનથી મુક્ત કરવાનો ઉપકાર કરેલો છે. તે વખતે ત્યાં વિમાનમાં બેસેલા સાધુના બે વિદ્યાધર પુત્રો પિતાને વંદન કરવા માટે આવ્યા. તેટલામાં કોઈક દેવે આવીને ચારુદત્તને વંદીને પછી સાધુને નમસ્કાર કર્યા ત્યારે તે બે વિદ્યાધર પુત્રે કહ્યું કે :- હે દેવ ! આ તમારી કેવા પ્રકારની વિધિ છે. ત્યારે તે દેવે કહ્યું સાંભળો, વારાણસી નગરીમાં વિદ્યાના બલથી ગર્વિત સુલસા અને સુભદ્રા નામની બે સાધ્વીઓ (પરિવ્રાજિકીની) રહે છે. ત્યાં યાજ્ઞ વલ્ક્ય નામનો પરિવ્રાજક આવ્યો, તેણે સુલસાને વાદમાં જીતીને દાસી બનાવી. કર્મ વશે તે બન્નેના સ્નેહ સંબંધના કા૨ણે પુત્ર જન્મ્યો લોકમાં બે આબરૂ થવાના
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 181 અંશ-૨, તરંગ-૮