________________
રૂપધર્મ તે અશુભ ધર્મ છે. મોક્ષપદ સુધી સદ્ગતિના કારણ ભૂત જીવદયા સત્ય, શીલ, સંતોષાદિ રૂપ ધર્મ તે શુભ ધર્મ છે.
કેટલાક ગુરુઓ વાંઝીયા ઝાડની જેમ કોઈ ફળને આપનારા હોતા નથી. શુભધર્મ રુપ અને અશુભધર્મરુપ ફળને આપનાર હોતા નથી - આપતા નથી. એ પ્રમાણે તેનો ભાવાર્થ છે. તેમાં રીંગણના ઝાડના ફળો ખરાબ, કડવારસના કારણે અશુભ છે. બાળકોને પણ જેવી રીતે તે ફળો સુખથી ગ્રાહ્ય બને છે. તેવી રીતે કેટલાક ગુરુઓ રીંગણના ઝાડની જેમ ગુરુના ગુણથી રહિત હોવાથી અત્યંત નીચા (હલકા) અશુભ ધર્મ ફલને પોતાના આશ્રિતોને આપે છે. તેવા પ્રકારના ક્ષય, ઉપશમથી ઉત્પન્ન થયેલી વાણીની યુક્તિ ઘણા પ્રકારના દૃષ્ટાંતાદિ પ્રયોગ દ્વારા, તેવા પ્રકારની ચમત્કારની શક્તિના દર્શન વિ. થી રાજી કરવાની કલાની ચતુરાઈ વડે તેવી રીતે આપે છે. જેવી રીતે બાલ બુધ્ધિવાળાઓને પણ સુખથી બાહ્ય બને છે. પીપ્પલાદિની જેમ....
પિપ્પલાદની કથા
ચંપાનગરીમાં ભીનુ નામના શ્રેષ્ઠિને સુભદ્રા નામની પત્નિ હતી. તેઓનો પુત્ર ચારુદત્ત એક વખત વનમાં ગયો ત્યાં વૈતાઢ્ય પર્વતમાં રહેતા અમીતગતિ નામના વિદ્યાધરને કોઈ વૈરીએ ખીલાથી બંધનમાં નાંખેલા જોઈ દિલમાં દયા ઉત્પન્ન થઈ તેથી તેને છોડાવવાનો ઉપાય શોધતાં તે વિદ્યાધરની પાસે રહેલી તલવારના મ્યાનમાં વિશલ્યા નામની ઔષધીને જોઈ તેના પ્રયોગ વડે તેને છોડાવી ઘા વિ. રૂઝાવ્યા, તે વિદ્યાધર તેના ઉપકારને યાદ કરતો પોતાના સ્થાને લઈ ગયો. અને ત્યારબાદ ત્યાં ચારૂદત્તને પોતાની કન્યા પરણાવી તેની સાથેના વિલાસથી પરાગમુખ થયેલા એવા તેને માતાએ કોઈપણ રીતે વેશ્યાના ઘરે મૂક્યો, ત્યાં તેને બાર વર્ષમાં ૧૬ કોડ પ્રમાણ સુવર્ણનો ખર્ચ કર્યો એક વખત ધનથી નિધન થયેલો તે વેશ્યાનો તિરસ્કાર પામેલો પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે માતપિતાનું સ્વર્ગગમન થઈ ગયું હતું. ધનથી ભ્રષ્ટ થયેલો તે પત્નિનું પિતાના ઘરે જવા વિ. નું જાણીને ખેદ પામેલા તે સસરાના ઘરે ગયો ત્યાંથી સસરાનું ધન લઈને ધન મેળવવા માટે જમીન રસ્તે, પછી
98888888888
888888888882%e0%aaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (180) અંશ-૨, તરંગ-૮ ||