________________
હજારો બીજા નાના મુનિવર રૂપ વહાણથી પરિવરેલા સુગુરુઓ ક્ષણમાત્રમાં પોતાને દુ:ખે કરીને તરી શકાય તેવા પણ ભવ સમુદ્રના જલથી પોતાની જાતને પાર ઉતારે છે. અને લાખોપ્રમાણમાં પોતાના આશ્રિતોને પણ તારે છે. શ્રી ગૌતમ ગણધર, શ્રી જંબુસ્વામિ વિ. ની જેમ.
હે બુધ જનો ! આ ભવ રૂપ સમુદ્રમાં વિવિધ પ્રકારના સાત દૃષ્ટાંતો વડે ગુરુના સ્વરૂપને જાણીને પોતે તરતા અને બીજાને તા૨વામાં સમર્થ એવા સદ્ગુરુનો જયરૂપ લક્ષ્મી મેળવવા માટે આશ્રય કરો.
II ઈતિ દ્વીતીય અંશે સપ્તમ તરંગ પૂર્ણ II
અંશ ૨ (તરંગ ૮ મો)
વળી પણ બીજીરીતે ગુરુમાં રહેલા યોગ્યાયોગ્યનું સ્વરૂપ કહે છે. શ્લોકાર્થ :- (૧) રીંગણ (૨) તાડ (૩) કેળાનું ઝાડ અને (૪) પર્વતની ટોચ પર રહેલા શ્રેષ્ઠ આંબા વિ. ઝાડ જેવા ચાર પ્રકારના ગુરુઓ હોય છે. સુખે અને દુ:ખે કરી ગ્રહણ અને અગ્રહણ યોગ્ય શુભ અને અશુભ ધર્મ ફલ આપનારા અને કેટલાક વાંઝીયા (ફળ નહિ આપનારા) ઝાડ જેવા હોય છે.
વ્યાખ્યા :- રીંગણના, કેળાંના અને તાડના ઝાડો પ્રસિધ્ધ છે. પર્વતના શિખર પર કઠીન ઉંચા પ્રદેશ પર શ્રેષ્ઠ પ્રશંસાને યોગ્ય જે ઝાડ છે તે આમ્રાદિ તેના જેવા ચાર પ્રકારના ગુરુઓ હોય છે.
તે જેવા છે તેવા જ વિશેષણ પૂર્વક કહે છે. સુખથી અને દુઃખથી ગ્રહણ કરવા યોગ્ય અને શુભ અશુભ ધર્મફલ આપનારા વિશેષતાથી કહે છે. ઈતિ જે પ્રમાણે તે ચા૨ પ્રકારના ઝાડો અનુક્રમે સુખથી અને દુઃખથી ગ્રાહ્ય શુભ અશુભ ફલને આપનારા થાય છે. તેવી રીતે ગુરુઓ પણ અનુક્રમે સુખે કરીને ગ્રાહ્ય દુઃખે કરીને ગ્રાહ્ય (સેવાદિ કરવા યોગ્ય) શુભ અશુભ ધર્મફલ ને આપનારા ચાર પ્રકારના હોય છે. તે આ રીતે :- (૧) સુખથી ગ્રાહ્ય અશુભ ધર્મફલ આપનારા, (૨) દુ:ખે કરીને ગ્રાહ્ય અશુભ ફલ આપનારા, (૩) સુખે ક૨ીને ગ્રાહ્ય શુભ ફલ આપનારા, (૪) દુઃખે કરીને ગ્રાહ્ય શુભ ધર્મફલ આપનારા, તેમાં દુર્ગતિના કારણ - ભૂત હિંસા, રાત્રિ ભોજનાદિ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 179 અંશ-૨, તરંગ-૮