________________
કહ્યું છે કે:- યતિના કાર્યની ચિંતા કરે, ભૂલો જોવામાં આવે તો પણ નિઃસ્નેહ ભાવવાળા બનતા નથી. યતિજન પર એકાન્ત વાત્સલ્ય ધરનાર માતાની સરિખા શ્રાવકો હોય છે.
પિતા સરિખા જે શ્રાવકો છે તેઓ યથાયોગ્ય અવસરે સાધુઓને ધારદાર (તીક્ષ્ણ) વચન વડે પણ શીખામણ આપે છે. બલભદ્ર રાજાની જેમ તે આ રીત :- ચૈતિકા પુરીમાં શ્રી આષાઢાચાર્ય પોતાના શિષ્યોને આગાટ યોગોને કરાવતા હતા ત્યારે રાત્રિમાં હૃદયનો દુઃખાવો થતાં મૃત્યુપામ્યા અને દેવલોકમાં ગયા પોતાના શિષ્ય પરના સ્નેહથી પોતાના દેહમાં પ્રવેશ કરીને યોગોને પૂર્ણ કરાવ્યા પછી નવિન આચાર્યને સ્થાપીને અને પોતાનું સ્વરૂપ કહીને પોતાના સ્થાને ગયા. પછી તેના શિષ્યો તે સ્વરૂપને જોઈને કોણ કેવો છે તે જાણતા નથી. એ પ્રમાણે તત્વને નહિ જાણનારા પરસ્પર વંદન નહિ કરતા હોવાથી રાજગૃહનગરમાં મૌર્ય વંશમાં ઉત્પન્ન થયેલા સુશ્રાવક એવા બલભદ્ર રાજાએ સમજાવવા છતાં પ્રતિબોધ નહિ પામેલા એવા તેઓને પ્રતિબોધ કરવાના બીજા ઉપાયનો વિચાર કરીને આ ચોરો છે એમ કરીને પકડવા અને માર મારવા (કુટવા) લાગ્યા. ત્યારે તેઓ બોલ્યા અમે ચોર નથી પરંતુ અમે યતિ (સાધુ)ઓ છીએ તમે શ્રાવક થઈને અમને શા માટે મારો છો ?
રાજા બોલ્યો - કોણ કેવો છે તે કોણ જાણે છે. ઈત્યાદિ વાણીની યુક્તિ વડે તેઓને પ્રતિબોધિત કર્યા. વળી એ પ્રમાણે કેટલાક માતા સમાન હોય છે. જેઓ શ્રેણિક મ. ની જેમ પ્રાયઃ કરીને સમજાવટથી જ શિક્ષા – ઉપદેશ દે છે. એક વખત સૌધર્મેન્દ્ર શ્રી સમ્યકત્વની દૃઢતાને વિષે શ્રેણિક મ. ની પ્રશંસા કરી. તે વાતની શ્રધ્ધાને નહિ ધરતો, તેની પરીક્ષા કરવાના મન (ઈચ્છા)વાળો, સાધુ વેષધારી એક દેવને નદીમાં માછલાઓને પકડવા માટે જાલ નાખવા વિ. નું કુકર્મ કરતો હતો ત્યારે વીર નિણંદને વંદન કરીને પાછા આવતા શ્રેણિક મ. એ તેને જોયો અને વિચાર્યું કે - હા! આને ધીક્કાર છે. નિષ્કલંક બીજ ચંદ્ર જેવા નિર્મલ ભ. ના શાસનને કલંકિત કરે છે. તેથી જે રીતે બીજા ન જૂએ તે રીતે તેને આવા દુષ્કર્મથી પાછોવાળી દઉં પછી તેણે એકાન્તમાં તેને શિક્ષા આપી.
BhuથયangasaBaaaaaaaaaaaaaivvanuaaa
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
શaaaaaaaaaaaaaaaaaaaaaa
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (169) અંશ-૨, તરંગ-૬ |
statisthittitutibititiudauntinutrititulsuggggiaaaaaaaiiiiiiiiiiiiiiiiiiiiiiiigitasungiitaagi