________________
શક્તિના અભાવના કારણે તા૨વા માટે સમર્થ બનતા નથી શ્રી શાલીભદ્ર, ધન્નાદિ મહર્ષિ - સાધુની જેમ.
(૫) હરિ :- હરિ એટલે સિંહ, જેવી રીતે સિંહો મહાબળને ધરનારા (લડાઈમાં) પાછા નહિ પડનારા સૂકા ઘાસ વિ. ના ત્યાગ વડે એઠું જુઠું (અશુધ્ધ) નહિ ખાનારા, બલની પુષ્ટિ કરનારા મહામાંસનોજ આહાર કરનારા કોઈથી પણ પાશમાં નહિ બંધાનારા, મહા યોધ્ધાઓ (સુભટો) આદિને પણ વશ નહિ થનારા, પોતાની ગંધ અને ત્રાડ (ગર્જના) માત્રથી રમતમાં મદોન્મત્ત મોટા હાથીઓના ટોળાને પણ વેર વિખેર કરનારા સંગ્રામ વિ. માં પૂંછની છટાદાર પછડાટ વડે ભયંકર રીતે ડરાવનારા, ક્ષુદ્ર - અશુદ્ર પ્રાણીઓને ત્રાડના ભયંકર અવાજ વડે, દાંતના ભયંકર કચકચાવવા વડે અને તીક્ષ્ણ નખ રૂપી શસ્ત્રવડે, બીજા શૂરવીરોને પણ શિઘ્ર ઉઠતાંની સાથે જ ત્રાસ પમાડનારા (ભગાડનારા) અને નહિ ભાગનારાઓને ફાડી નાંખનારા પોતાના (સ્વના) સ્થાન રૂપ પર્વત, વન, ગુફાદિને ભાંગનારા હાથી, સુકર, શિકારી પુરુષો વિ. થી રક્ષણ કરનારા, બીજા પ્રાણીઓથી બીજા વનમાંથી એક એક આદિ કરીને આપવા વડે સેવા અને શરણ માંગનારા, અન્ય પ્રાણીઓથી ખુશ થયેલા પોતપોતાના વનમાં રહેનારા પશુઓનું સર્વ ઉપદ્રવોથી રક્ષણ કરતા, તેઓ ઉપર માલિકપણું (આધિપત્ય) ભોગવતા, તેઓથી પરિવરેલા અને પ્રશંસા કરાતા શોભે છે. અને વળી પ્રસંગ આવ્યે વનમાં દાવાનલ પ્રગટ થયે છતે ગભરાયેલા બીજા વન તરફ ભાગતાં હોવા છતાં પણ માર્ગમાં રહેલી મહા નદીને ઉત૨વા માટે શક્તિહીન પણાના કારણે શરણમાં આવેલા એવા તેઓને પાર ઉતારે છે. આ ભાવના પહેલાં કહેલા શિયાળના દષ્ટાંત વિષે છેદગ્રંથમાં આવેલ કથાનકની પ્રરુપણાથી કરેલ છે.
.
તેવીરીતે કેટલાક મહર્ષિઓ તપ, તેજના ભંડાર, સ્વ પરના શાસ્ત્રના તર્ક વિ. સમસ્ત શાસ્ત્રના જાણવા દ્વારા ઘણા પ્રકારની લબ્ધિ-મહિમા કળા વિ. થી શોભતા, મહાબલને ધરનારા, સર્વપ્રકારે પ્રાપ્ત વાદ વિ. ની શક્તિવડે કરીને મિથ્યાદ્દષ્ટિઓનો પરાભવ કરવાની શક્તિ વડે પાછા નહિ પડનારા, પરાભવ કરનારા કઠીણ આચારનું પાલન કરવામાં સમર્થ તેવી પ્રકૃતિવાળા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 176 અંશ-૨, તરંગ-૭