________________
તરંગ - ૭ બીજા દૃષ્ટાંતો વડે ફરી પણ ગુરુના વિષયનું જ યોગ્યાયોગ્ય પણું કહે છે.
શ્લોકાર્ધ :- (૧) લોઢાની નાવ (૨) શિયાળ (૩) વાનર (૪) હાથી (૫) સિંહ (૬) ભારંડપક્ષી (૭) ઉત્તમ વહાણની સરખા પોતાને અને બીજાને ભવરૂપી સમુદ્રને તારવામાં ઘણા ગુરુઓ શક્તિશાળી હોય છે. અને નથી પણ હોતા.
વ્યાખ્યા - લોખંડની નાવ વિ. જેવા ઘણા ગુરુઓ પોતાને અને બીજાને ભવરૂપી સમુદ્ર પાર કરાવવામાં સમર્થ હોય છે. અને નથી હોતા. આ પ્રમાણે પપ્પાર્થ (સાર) કહ્યો. - હવે તેની વિચારણા કરે છે :- (૧) લોખંડની નાવને જ નાવની બુધ્ધિથી મુગ્ધ જનો વડે આંશ્રિત થયેલી હોવા છતાં તે જેવી રીતે ભારે હોવાથી જાતે પાણીમાં ડુબે છે અને તેને આશ્રયીને રહેલા બીજાને પણ ડુબાડે છે. - કહ્યું છે કે - પરિગ્રહ અને આરંભમાં ડુબેલા બીજાને કેવી રીતે તારે ? જાતે દરીદ્રી હોવાથી બીજાને ઐશ્વર્યવાનું બનાવવામાં શું શક્તિશાળી બને ?
વળી પણ કહે છે કે - દુઃખ યુક્ત ખેતી કરીને શું ઘર ભરાય ? કોને શિષ્ય કોને ગુરુ કહેવો અજ્ઞાનથી યુક્ત મૂઢ લોકો બોધ પામતા નથી. કાદવ થી કાદવ શું સાફ થાય ખરો ?
(૨) શિયાળ - જેવી રીતે શિયાળ અત્યંત નીંદનીય, ફેંકી દીધેલા આંતરડા ચરબી, હાડકાં વિ. નો આહાર કરનાર, ક્ષુદ્ર, અત્યંત સત્વહીન, અત્યંત માયાવી, બીજાને છેતરવામાં ચાલાક શઠ પ્રકૃતિવાળા હોય છે. અને તે પ્રવાહને અને નદી આદિના પાણીને જાતે પાર કરવામાં શક્તિશાળી બનતા નથી અને એ પ્રમાણે બીજાને પણ તારવા માટે શક્તિશાળી બનતા નથી. તેવી રીતે કેટલાક શિયાળની વૃત્તિને ધરનારા હંમેશ આધાકર્માદિ દોષ કરીને દુષિત નદ્ય આહારને ખાનારા, ક્રિયા વિ. માં પ્રમાદી, સત્વહીનમાં શિરોમણી, , પાસત્યાદિઓ, પોતાની પૂજાને માટે ફાલતુ લોકોને વિવિધ રીતે વશ કરવામાં તત્પર કુગુરુઓ, બાલીશ લોકો વડે સુખથી સેવવા યોગ્ય એવા કેટલાક ગુરુઓ, પોતાના કંઈક દેવ, ગુરુ, ગોત્ર દેવીની પૂજાને માટે ધર્મનો ઉપદેશ આપનારા, કંઈક રક્ષા, મંત્ર, તંત્ર આદિ આ લોકની બાબતમાં
#ana
m ataatenanumaana@aaBaaBaaaaaaaaaaaaaaaaaaaaaaaaaasaugaaaaaaa8aaaaaaana
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 171) અંશ-૨, તરંગ-૭]