________________
પશુઓ સિંહ ઉપર અધિક ભક્તિ ભાવવાળા થયેલા તેની સેવા કરતાં સુખથી રહે છે. ત્યાં એક શિયાળે વિચાર્યું કે પશુઓને ઉતારવાનો કંઈક ઉપાય મને જડી ગયો. હું પણ તેઓને તેવી રીતે ઉતારીને તેઓની સેવા લેતો સુખેથી રહીશ. એવી રીતે ગર્વ કરતો એક વખત તેવીજ રીતે ફરીથી લાગેલા દવાગ્નિ વખતે સિંહની પાસે રહેલા પશુઓને કહ્યું કે દૂર એવા સિંહની પાસે તમે શા માટે જાઓ છો ? હું તમને નદી પાર કરાવીશ એ પ્રમાણેનું તેનું (શિયાળનું) કહેવું સાંભળીને કેટલાક બુધ્ધિશાળી (જાણકારો) એ કહ્યું કે અમારાથી હીન બલી (તાકાત) હોવા છતાં પણ તું અમને કેવી રીતે નદીને પાર કરાવીશ ? એ પ્રમાણે મશ્કરી પૂર્વક તેને અવગણીને પહેલાંની જેમ સિંહની પાસે રહેલા અને તેનાથી રક્ષણ કરાયેલા સુખી થયા. કેટલાક જડ બુધ્ધિવાળા આની સેવા સુખેથી થશે એવી બુધ્ધિથી શિયાળની પાસે આવ્યા સિંહની જેમ તેણે પોતાની પીઠ પર બેસાડ્યા કેટલાક પૂંછડા પર લાગી ગયા પછી તે શિયાળ કોઈપણ રીતે છલાંગ લગાવીને સામે કીનારે જવાને માટે ફાળ મારવામાં નબળો હોવાથી નદીની મધ્યમાં જ પડી ગયો. પોતાના આત્માને અને બીજાને પણ (તેઓને પણ) ડુબાડ્યા એ રીતે કેટલાક સિંહ સરિખા ગુરુઓ પોતાને અને પોતાના આશ્રિતોને જન્મ-જરા-મરણાદિ દુઃખરૂપ દવાગ્નિમાં બળતા. ભવની વિષય રૂપ તૃષ્ણા નદીને તરવા માટે અને તારવા માટે સમર્થ હોવાથી હિતને ઈચ્છનારાઓએ સેવવા યોગ્ય છે. અને શિયાળ જેવા કુગુરુઓ શ્રત અર્થ આદિ જ્ઞાન, ક્રિયા અનુષ્ઠાનાદિથી વિકલ (રહિત) પોતાને અને પોતાના આશ્રિતોને ભવરૂપ સમુદ્રમાં ડુબાડે છે. તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે :
કુલિનની ઘાટ્ટુરા..... આ લોકને વિષે કુશીલ સાધુના લક્ષણોને ધારણ કરીને રજોહરણ (ઈસિઝય) વડે જીવનને વહન કરે છે (આજીવિકા મેળવે છે) અસંયમી હોવા છતાં સંયમી છું એમ કહેનારો લાંબાકાળ સુધી પતનને પામે (નોતરે) છે ||૧||
આધાર્મિ, ઔદેશિક, ખરીદેલું..... કોઈપણ જાતનું ન કલ્પતું છોડતો નથી. અગ્નિની જેમ સર્વભક્ષી થાય છે. તે સંયમથી ટ્યુત થયેલો પાપ કરીને
pressansessan ARANHTRRRABBIARB
A RABARBRABERASESORE
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 173 અંશ-રે, તરંગ-૦]