________________
તેથી ગુરુએ તેને પ્રતિબોધ કરવા માટે ગાથા (શ્લોક) મોકલી તેમાં લખ્યું હતું કે, શું તેં જરા (વૃધ્ધત્વ) ઉખેડી નાંખી છે ? રોગો શું નાશી ગયા છે ? મરણ શું ચાલી ગયું છે ? અને નરકના દ્વારને ઢાંકી દીધાં છે ? જેથી કરીને તું માનવ ધર્મચુકી જાય છે. તે વાંચીને તુર્તજ સાવધાન બની ગયો અર્થાત્ બોધને પામ્યો અને સમ્યક્ ધર્મની આરાધના કરી.
બીજા કેટલાક મિત્ર સમાન હોય છે - જે ગુરુ ઉપર સારી રીતે પ્રીતીને ઘરે છે. તેઓએ કહેલા ધર્મોપદેશને પરમાર્થની હિત બુધ્ધિથી સ્વીકારે છે અને ગુરુને પોતાના સગા સંબંધીથી અધિક માને છે. પરંતુ અવસર પ્રાપ્ત થયે છતે વિશેષ કાર્ય વિ. માં સલાહ સૂચન આપવાની પૂછપરછની બહુમાનની ઈચ્છા રાખે છે. જો પૂછવામાં ન આવે તો કંઈક રોષે ભરાય છે. તેવી રીતે આગમમાં પણ કહ્યું છે કે :- મિત્ર સરિખો માનતો હોવા છતાં પણ કાર્ય આવે જો પૂછવામાં ન આવે તો કંઈક (રોષ) ગુસ્સે થાય છે. મુનીને પોતાના સગાથી અધિક માને છે.
કેટલાક શ્રાવકો બંધુ જેવા હોય છે :- બંધુની જેમ ગુરુના વચનને મોક્ષની બુધ્ધિથી અંગીકાર - સ્વીકાર કરે છે. મુનિઓ ઉપર એકાન્ત હૃદયમાં સ્નેહ ભરેલો હોય છે. અને પરાભવમાં યાને કોઈ વિઘ્ન આવે ત્યારે સહાય કરનારા બને છે. પરંતું વિનય કરવામાં જેવો જોઈએ તેવો આદર ધરતા નથી ઈતિ બંધુ સરિખા શ્રાવકો થયા - કહ્યા.
કહ્યું છે કે - મુનિ ઉપર હૃદયમાં સ્નેહ ભરેલો હોવા છતાં વિનય કરવામાં મંદ દરવાળા હોય છે. પરાભવમાં, વિઘ્ન વિ માં સાધુને સહાય કરવામાં બંધુ સરિખા હોય છે. તથા વળી કેટલાક શ્રાવકો પિતા સરિખા અને માતા સરિખા હોય છે. તેનાથી પણ અધિક વાત્સલ્ય ધરનારા હોય છે. બને (જણ) ઉ. એકાન્ત વાત્સલ્ય ભાવથી ભરેલા પ્રમાદથી અલિત વિ. થયેલા સાધુઓને પણ યથા યોગ્ય શિક્ષા-શીખામણ આપે છે, અને સ્તુલિત થયેલા જોવા છતાં પણ તે સાધુઓ પર અલ્પ પણ મનમાં નિઃસ્નેહવાલા થતા નથી. યુગ પ્રધાન કાલિકસૂરિના શિષ્યને શિક્ષા કરનારા શય્યાતર શ્રાવકની જેમ અને શ્રી શ્રેણીક વિ. ની જેમ.
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
માત્ર
gggggggitaaaaaaaaaaaaaaaa#Be:Bagasaaaaaaaaaaaaaaa
[ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 168 અંશ-૨, તરંગ-૬]
રત્નાકર
H-BRT-1TET//II 11THREEBSE REFREEBERRY