________________
ગચ્છ લાંબા કાળ સુધી શાન્તિ આનંદને પામ્યો આવા પ્રકારના બીજા ઘણા દૃષ્ટાંતો પ્રસિધ્ધ છે.
એ પ્રમાણે અહીંયા વણીકની જેવા કેટલાક શ્રાવકો આ લોકને વિષે મંત્ર, તંત્ર, નિમિત્ત, ચિકિત્સાદિ વડે કરીને ઉપકાર કરતાં એવાને જ ગુરુ કરીને સેવા કરે છે - ભજે છે. અને વસ્ત્ર, આહાર વિ. આપે છે. પરંતુ નિઃસ્પૃહ પણે આપતા નથી એ પ્રમાણે વણિક જેવા દ્રષ્ટાંતો પ્રસિધ્ધ છે.
વળી કેટલાક વંધ્યાગાય જેવા હોય છે. જેને સુશ્રુનો ઘણોપણ ઉપદેશ રાખમાં ઘી નાંખવા સમાન બને છે. પરંતુ કોઈપણ જાતના ગુણને માટે બનતો નથી. બ્રહ્મદત્ત ચક્રી વિ. ની જેમ.
વળી બીજા કેટલાક શ્રાવકો નટની ઉપમા જેવા હોય છે. જેઓ સદ્ગુરુએ કહેલ ઉપદેશને રસવાળી કથા સુતાદિને ધારે છે. તે બધુંય લોકોને ખુશ કરવા માટે જ માત્ર કંઠસ્થ કરવા રૂપ જ હોય છે. પરંતુ અંતરમાં અલ્પપણે ઉતરતું નથી. આ છે ભાંગાવાળા અભવ્યકે દુર્ભવ્ય અથવા ભારી કર્મવાળા બધી જ રીતે તજવા યોગ્ય હોવાથી તે ઉપદેશ માટે અયોગ્ય છે.
તેવી રીતે કેટલાક ધેનુ જેવા હોય છે. જેને આપેલો થોડો પણ ધર્મોપદેશ મહાફળને આપનારો થાય છે. ધનપતિ શ્રેષ્ઠિની જેમ તે આ પ્રમાણે.
ધનપતિ શ્રેષ્ઠિ ની કથા
નન્દ નામના રાજાના શાસન કાલમાં શ્રાવકોમાં પ્રતિષ્ઠિત ધનપતિ નામનો શ્રેષ્ઠિ રહેતો હતો તે સ્વક્રિયા નિષ્ઠ, યથાયોગ્ય વ્યવહારની શુધ્ધિ વડે વેપાર કરે છે.
એક વખતે બહુમૂલ્યવાન (અપૂર્વ) વસ્તુ વિ. આપવાથી ખુશ થયેલા રાજાએ તેને મુખ્ય મંત્રી બનાવ્યો તેના કારણે પ્રમાદરૂપી કાદવમાં ડૂબેલો બધી જ ધર્મક્રિયા ભૂલી ગયો વેપારની શુધ્ધિ (નિતિમત્તા) દૂર કરી સાધર્મિકોને જાણતો નથી, ગુરુને દેવોને પણ જાણતો નથી. જાણે દારૂ પીધેલાની જેમ ઉન્મત્ત બનેલો એવો તે વિવેક રૂપી ચૈતન્ય વિનાનો થયો હોય તેવો બન્યો. || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 17 અંશ-ર, તરંગ-૬]
[teemesaagdeewaanaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaan
tiguagsgassassagitaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
BaaaaaaaaaaaaaaaiinaugugaHBlugu