________________
- તેમાં કેટલાક શ્રોતાઓ સર્પની ઉપમા જેવા હોય છે. જેને અમૃતની ઉપમા સમાન પણ સદ્ગુરુઓનો ઉપદેશ એકાન્તિક હિતને કરનાર અમૃતની ઉપમા યોગ્ય હોવા છતાં પણ વિષરૂપ જ પરિણમે છે. કહ્યું છે કે :
સ્વાતિ નક્ષત્રનું જલ પાત્ર વિશેષ કરીને મોટા અંતરવાળું બને છે. સર્પના મુખમાં પડેલું ઝેર બને છે અને છીપલીના મુખમાં પડેલું મોતિ બને છે. દૃષ્ટાંત તરીકે કાલિક સૂરિજીનો ભાણીયો, તુરમણીનગરના રાજા દત્તરાજા વિ.
તેવી રીતે કેટલાક ચોર સરિખા હોય છે. જેઓ ગુરુના છિદ્રોને શોધતાં પગલે પગલે સત્ અસત્ પ્રમાદથી જેમ તેમ બોલનારા, તેવા પ્રકારની નિન્દા કરવામાં હંમેશા તત્પર, ભવાદિના કારણ ભૂત ખરાબ વચનરૂપ શસ્ત્રો વડે તર્જના કરતાં ગુરુની પાસેથી ધર્મોપદેશ આદિ ગ્રહણ કરે છે. જેવી રીતે ચોરો ધનિક લોકો પાસેથી તર્જના, મારફાડ કરીને જેમ ધન લે છે. તેવી રીતે ગુરૂઓ પણ, તર્જના કરતાં શ્રોતાઓ હોવા છતાં આ ધર્મનો વેષી ન બનો. ઈત્યાદિ વિચાર કરીને અકલ્યાણના ભયથી તેવા પ્રકારના શ્રાવકોને યથા યોગ્ય ધર્મોપદેશાદિ આપે છે. તેથી તેઓ ચોર સમાન કહેલા છે. તેઓને વિષ્ટાદિ સરખા પણ આગમમાં કહ્યા છે. જેવી રીતે શિથિલ અશુચિ દ્રવ્ય (વિષ્ટા) ને હાથ વડે છૂપાવવા માટે (ઢાંકવા) જતાં હાથ ખરડાય છે. તેમ શિક્ષા આપવા દ્વારા દોષને ઢાંકવા જતાં દોષથી ખરડાય છે. એમ કહ્યું છે. અભિમાની છીદ્રને જુએ છે. પ્રમાદી સ્કૂલના પામતો ખરાબ ઉચ્ચાર કરે છે. શ્રાવક શોક જેવો છે. સાધુ જનને ઘાસ (તૃણ) સરિખા ગણે છે. તે નિશ્ચયથી મિથ્યાદૃષ્ટિ છે. વિષ્ટા જેવો અને શોક જેવો છે (સાવકી મા જેવો છે.) જિન મંદિરાદિમાં જવા આદિ નો વ્યવહાર ઘણીવાર કરે છે. જેવી રીતે ઠગધૂતરાઓ માયા વડે બીજાના ધનને લૂંટે છે તેવી રીતે કેટલાક શ્રાવકો તેવા પ્રકારનો વિનય, સંવેગ, વૈરાગ્યનો આભાસ ઉભો કરતાં – બતાવતાં સમ્યકુ શ્રાવક - ક્રિયા, દેવ, ગુરુ, સાધર્મિક ભક્તિ આદિથી વિશ્વાસ પમાડી ને બીજાના ધનને લુંટે છે.
સાંભળ્યું છે કે - દેવ, ગુરુને નહિ માનનારા એવા કેટલાક દાંભિકો જગતમાં ફરે છે. દા.ત. બીજા દેશમાંથી આવેલા વેપારીએ બેમુનિઓને વેંચ્યા હતા તેનો સંબંધ કહેતાં કહે છે કે :|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (16 અંશ-૨, તરંગ-૬
Rs.3=12
-