________________
ગુરુએ કહ્યું :- અહીંયા (આ વ્યથા પર) મંત્રનો કોઈ પ્રભાવ પડશે નહિ પરંતુ જો બીજાને રાજ્ય અપાય તો રાજા સારો થાય. પરંતુ શ્રાવકોનો આ ધર્મ નથી તેથી રાજ્ય મારૂ થાઓ (મને આપો)
રાજાએ કહ્યું - હે ભગવનું ! શા માટે એક ખીલી ને માટે મહેલને તોડવાનું ઈચ્છો છો. ઈત્યાદિ. - ગુરુ બોલ્યા - હે રાજન્ ? જો કે મારામાં શક્તિ નથી તો પણ મેં જે કહ્યું છે તે યોગ્ય છે. કારણ કે જેવી રીતે શક્તિશાળી હનુમાન જાતે બંધાયા હતા, વિષ્ણુએ અગ્નિના સ્વરૂપને ધારણ કર્યું હતું અને સૈલેન્દ્રિ નામની સ્ત્રીના રૂપને ભીમે ધારણ કર્યું હતું. તેવી રીતે હું પણ આ કાર્ય કરવા સમર્થ થઈશ, પછી અનુક્રમે નિરાશ વદને (મનથી) રાજાએ બધા (મંત્રિ પ્રધાન વિ.) ની સંમત્તિથી શ્રી સૂરિજીને રાજ્ય પર બેસાડ્યા તેજ વખતે જ રાજાની પીડા સૂરિજીના શરીરમાં પ્રવેશી. ગુરુની પીડાને જાણીને રાજા વજાથી હણાયેલાની જેમ જેનું બધું ચાલ્યું જાય તેમ તે ખેદ દુઃખવાળો થયો.
પછી કોળું લાવીને ગુરુએ જાતેજ તેમાં પ્રવેશ કર્યો તે વખતે ત્યાં ધૂતાએ પણ તેમાં (કોળામાં) પ્રવેશ કર્યો તેજ વખતે તે નકામી થઈ ગઈ યાને શક્તિ હિન બની ગઈ. પછી જેવી રીતે કોઈ ઉલંઘે નહિ, તે રીતે ઉપાડીને કુવામાં તે કોળાને નાંખી દીધું તેની સાથે તે પણ કુવામાં ગઈ પછી રાજાનો પુનઃ જન્મ થયો હોય તે રીતે બધા સ્વસ્થતાને પામ્યા ઈતિ અહીંયા જે રીતે આ લોકના સંકટમાં ધર્મના વિષયમાં દેવબોધિ વિ. ના કરેલા સંકટમાં, સહાય કરવાના કારણે વાસ્તવિક હિતોપદેશ આપવાથી અને અકૃત્રિમ સ્નેહ આદિવાળા હોવાથી હેમચંદ્રસૂરિજી કુમારપાલ રાજા પ્રતિ ભાઈ સરિખા થયા તેવી રીતે બીજા પણ ભાઈના દૃષ્ટાંતો વિચારવા.
પિતા :- જે રીતે હૃદયમાં એકાન્ત વાત્સલ્ય ભર્યું છે તેના પિતા પુત્રને શામ, દામ, દંડ, ભેદ અને તાડન વિ. થી પણ શિક્ષા આપે છે. અને શ્રેષ્ઠ કીર્તિ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે રીતે કેટલાક ગુરુઓ પણ શ્રાવક જનને શિક્ષા આપવા વડે યુવરાજ ઋષિની જેમ પ્રતિષ્ઠાવાન્ (કર્તિવંત) બનાવે છે તે આ પ્રમાણે :
9898828ssaaaaaaaaaaaaaaaaaaaaa%a8aaaaaaaaaaaaaaaapsessagesses#nevasa #a8essage
EmaBBB8%B8aa388888888888aitaaaaaaaawaal
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(159
| અંશ-૨, તરંગ-૬