________________
યુવરાજ ૠષિનું દષ્ટાંત
અચલપુર નગરમાં જિતશત્રુ રાજાને યુવરાજ નામનો પુત્ર હતો તેણે રોહસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે સર્વ આગમને જાણનાર અને વિવિધ પ્રકારની લબ્ધિવાળો થયો.
એક વખત વિહાર કરતાં અચલપુરમાં આવીને પૂછે છે. કે અહીંયા કોઈપણ સાધુઓ છે? શ્રાવકો કહે છે કે સાધુને ઉપદ્રવ કરતાં એવા રાજપુત્ર અને પુરોહિતપુત્રની પાસે રહેવાને માટે કોઈ શક્તિશાળી નથી અર્થાત્ તેની પાસે કોઈ ટકી શકતું નથી. તે પછી તેને પ્રતિબોધ કરવાનું મનમાં નક્કી કરીને તેઓના ઘરે લોકોએ અને ઘ૨ના માણસોએ ઘણા વા૨વા છતાં પણ ભિક્ષા માટે પહોંચ્યા ત્યારે અમારી નજર સમક્ષ ઋષિની અવજ્ઞા ન થાય તેથી કરીને ડરતાં ડરતાં અન્તઃ પુરની સ્ત્રીઓએ કહ્યું કે હે મહર્ષિ ! ધીમે ધીમે બોલો ઉપ૨ના માળમાં રહેલા બે કુમારો સાંભળશે ઈત્યાદિ કહીને વાળવા છતાં પણ અત્યંત ઉંચા સ્વરે (અવાજે) ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. તે સાંભળીને નીચે આવેલા બન્ને કુમારો બોલ્યા અને ૠષિને કહ્યું કે નાચવાનું જાણો છો ? ઋષિએ કહ્યું સારી રીતે પરંતું તમારે સારી રીતે વગાડવું પડશે પછી મુનિએ નૃત્ય કર્યું અને તે બન્ને જણાએ ઢોલવાજા વિ. વગાડ્યા પરંતું તે વગાડવાનું સારી રીતે જાણતા ન હતા. તેથી અવસર પામીને નૃત્ય છોડીને તે બન્ને પુત્રોના અંગોના સાંધઓને ઉતારી તેમને રડતા મૂકીને મહર્ષિ પોતાના સ્થાનમાં ચાલી ગયા. આ બધું રાજાએ જાણ્યું અને ગુરુની પાસે આવ્યા. મુનિને ઓળખ્યા અને ખમાવ્યા.
પછી રાજાના ઘણા આગ્રહથી દીક્ષાનો ઉપદેશ આપીને પહેલાં લોચ કરીને ઉતારેલા હાડકાને બરાબર કર્યા અને દીક્ષા આપી કારણ કે બલાત્કારથી બાળકોને આપેલા વિદ્યા આહાર અને ઔષધ અને ગાયને નળી વડે ઘી, જેવી રીતે પુષ્ટિને માટે થાય છે તેવી રીતે અપાયેલો ધર્મ પણ પુષ્ટિને માટે થાય છે. ઈતિ જેવી રીતે આ યુવરાજઋષિએ ભત્રીજાને અને પુરોહિત પુત્રને મારીને પણ ધર્મને આપ્યો. એ પ્રમાણે કેટલાક ગુરુઓ પણ પિતા સરિખા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (160 અંશ-૨, તરંગ-૬