________________
ભંગ એ પ્રમાણે “વાઘ અને નદી ન્યાયે” એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી બેની વચ્ચે ઉભેલાની જેમ સંકટમાં પડ્યો પછી અમાત્યની સાથે ગુરુની પાસે જઈને ગુરુને કુમારપાલે બધી વાતથી વાકેફ કર્યા તે પછી ગુરુએ કહ્યું હે રાજન્ ! તારો આરાધેલો ધર્મ તને સહાય કરશે. કોઈપણ જાતની ચિંતા કરીશ નહિ એ પ્રમાણે આશ્વાસન આપીને પોતે ધ્યાનમાં ચઢી ગયા (લાગી ગયા)
એક મુહુર્ત ગયા પછી રાજાએ ગગનમાર્ગથી આવતો એક પલંગ જોયો અને તેમાં સૂતેલા એક પુરુષવાળો તે પલંગ ક્ષણવારમાં ગુરુની પાસે આવી અટકી ગયો. (પહોંચ્યો) આ શું છે ? આ કોણ છે ? ઈત્યાદિ રાજાએ પૂછતાં ગુરુએ કહ્યું કે આગઝનીનો રાજા મહમદગીઝની છે જે તારા ઉપર ચઢાઈ કરવા આવતો હતો. એ પ્રમાણે ગુરએ કહ્યા પછી ઉઠેલા જાગૃત થયેલ શકદેશનો રાજા (મહમદગીઝની) કુમારપાલના મહિમાને, તેના ઐશ્વર્યને, દેવતાની સહાય અને ગુરૂની શક્તિને વિચારીને શ્રી કુમારપાલરાજાની સાથેનું વૈર છોડી દીધું. અને પોતાના દેશમાં છ મહિના સુધી સર્વજીવોને નહિ મારવા (અમારી)નું સત્કૃત્ય સ્વીકાર્યું અને પછી રાજાએ તેને વિસર્જીત કર્યો અથવા છોડી દીધો હવે એક વખત રાત્રિને વિષે સુખે સૂતેલા રાજાની પાસે શ્યામ શરીર હોવાથી ભયંકર રૂપવાળી કોઈદેવી પ્રત્યક્ષ થઈ ત્યારે કુમારપાલ રાજાએ તેને પૂછયું તું કોણ છે ? ત્યારે તેણે કહ્યું હું કોઢ (ભૂતા)ની અધિષ્ઠાયિકા છું. પૂર્વના શ્રાપથી તારા અંગમાં પ્રવેશ કરીશ. એ પ્રમાણે કહીને તે ચાલી ગઈ સવાર થતાં રાજાએ તે સ્વરૂપ (વાત)ને સૂરિજીને કહ્યું જણાવ્યું) તે જાણીને સૂરિજીએ ધર્મોપદેશ આપ્યો હે રાજન્ ! ધર્મ કરો ઈત્યાદિ રાત્રિમાં રાજાને મહાવેદના થઈ અને પીઠમાં કરોળીયાના જાળા જેવા ચાઠા પડી ગયા તેનો પ્રતિકાર કરવા છતાં પણ વ્યથા શાન્ત ન થતાં તે વ્યથાના દુઃખને ગુરુની પાસે આવીને કહ્યું રાજાએ આ રીતે દુઃખથી પીડાતો જોઈને અવસરોચિત ઉપદેશ આપીને મંત્રીને કહ્યું કે હે મંત્રિનું ! અપાય (રોગ) નો ઉપાય છે. બહુરત્નાવસુંધરા (પૃથ્વી ઘણા રત્નોવાળી છે) મંત્રીએ કહ્યું શું ઉપાય છે. તે જણાવો.
aapaa#mataaaaa anastasianawaaaaaaaaaaaanudanawઝa@
aaaaaaaaaaaa
@
@Bક00
૪ssessagessa8888888888g
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (58) |અંશ-ર, તરંગ-૬ ]
કિat#tag#####saaaaaaaaaaaaaaaa#saaaaa