________________
જલ્દી જલ્દી બોલ્યા તે વખતે હાલતા એવા હાડીયાની સંખ્યા જાણી શકાઈ નહિ પછી આ અયોગ્ય છે. એ પ્રમાણે તેઓ થકી (ગુરુથકી) ઉપેક્ષા કરાયો અને કમલ ઘણો હસ્યો આ ઘરડો બળદ છે એ પ્રમાણે લોકોમાં બોલવા લાગ્યો. લોકો દ્વારા તે વૃતાંત જાણીને શ્રેષ્ઠિ લજ્જિત થયો વળી એક વખત શીલસાગર નામના ગુરુ પધાર્યા શ્રેષ્ઠિએ તેમને પણ પુત્રનું સ્વરૂપ કહ્યું તે પૂર્વની જેમ બધું સમજવું, પછી ગુરુએ કહ્યું કે માત્ર નીચે જોઈને અમારા વ્યાખ્યાનની સારી રીતે ચિતવના કરવી. ત્યારે કમલે નીચે જોઈને દરમાં પ્રવેશ કરતી કીડીની સંખ્યા ગણવાનું કામ કર્યું તેથી તે બધાથી ઉપેક્ષિત થયો (હસીને પાત્ર થયો)
હવે એક વખત વિદ્વાનોના મનને આનંદ આપનારા કોઈક આચાર્ય ત્યાં આવ્યા, તેમને પણ કમલના સ્વરૂપ (જીવન) ની વાત સાંભળી તેના હિતાર્થની બુધ્ધિથી પ્રિતિબોધ માટે મનમાં પ્રતિજ્ઞા કરી અને તે શ્રેષ્ઠિને જણાવ્યું ગુરુનો આદર (ભાવના) જોઈને શ્રેષ્ઠિએ કમલને ગુરુની પાસે મોકલ્યો પહેલાની જેમ નાચવાની બુધ્ધિથી તે ત્યાં આવ્યો દુષ્ટ અને મૂઢ એવો આ અનુકુલ આચરણ વડે, ખુશ કરવા વડે અને આ લોકમાં મળતા ફળના ઉપદેશ વડે શામ - દામ - દંડ અને ભેદ વડે બોધ પમાડવા યોગ્ય છે. એ પ્રમાણે વિચારીને ગુરુજી બોલ્યા :- હે ભદ્રકમલ ! તું વાત્સાયન શાસ્ત્રનું કંઈ પણ રહસ્ય જાણે છે ?
કમલ - હે ભગવનું? હું જાણું તે માટે કૃપા કરીને કંઈક તેના સાર - તત્વને કહો.
ગુરૂ :- પહેલાં તો સ્ત્રી રસના અર્થીઓએ સ્ત્રીના ગુણોને જાણવા જોઈએ. ગુણો કરતાં પણ ભાવની વિશેષતા પ્રધાન છે. કારણ કહ્યું છે કે :કેટલીક સ્ત્રીઓ મુખના આકાર વડે (હાવભાવ વડે), કેટલીક કુટિલ (કટાક્ષ) વાણી વડે, કેટલીક સ્મીત વડે, કેટલાક સ્વચ્છંદ વિચરનારી સ્ત્રીઓ કામદેવને વશ થયેલા મનને (કામદેવને વશ થયેલી છે એમ) બતાવે છે.
વળી કેટલીક મંગાપુ:- દર્પણમાં કમળની જેમ ભાવને ખુલ્લા કરતી દેખાય છે. ઈત્યાદિ કામ કથા વડે આકર્ષિત થયેલા હૃદયવાળો કમલ બોલ્યો
સરકારશastaniuuuuuuuuuuuuuuuuuuડશeaaaaaaaaaaaaaaaaaaaaaaaaa#
aasana
hasahasandesaiaaaa
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 162) અંશ-ર, તરંગ-૬ ||
REBRORREBBEROGERERSERER