________________
જો એને ખુશ કરીને અને પૂછીને સમ્યક્ત્વને જાણનારો થા આનંદિત થયેલા રાજાએ પણ તેને નમસ્કાર કરીને પૂછ્યું ત્યારે મહાદેવે કહ્યું હે કુમાર ! જો તું ભોગને અને મુક્તિદાયક ધર્મને ઈચ્છતો હોય તો સર્વ દેવના અવતાર રૂપ સંપૂર્ણ બ્રહ્મરૂપ જેવા, હાલ પૃથ્વી ઉપર આજ ગુરુ બ્રહ્માની જેમ જય પામે છે. એટલે કે આજ બ્રહ્મા છે. તે જે કહે તે કર તારા ઈચ્છિતને મેળવીશ એ પ્રમાણે કહીને અદ્રશ્ય થઈ ગયો.
ત્યારબાદ આશ્ચર્ય પામેલા રાજાએ સૂરિજીને કહ્યું જેને ઈશ્વર વશ છે એવા તમે જ મારા માટે ઈશ્વર છો એથી કરીને મારા દેવ, ગુરુ, પિતા, માતા, બંધુ, મિત્ર તમેજ એક જ છો. બીજા નહિ આ લોકમાં પહેલા મને તમે જીવનદાન (જીવિતદાન) આપેલું છે શુધ્ધ ધર્મના ઉપદેશથી આજે પરલોકના સુખને આપો છો.
પછી અનુક્રમે સૂરિના વચનથી સમ્યક્ત્વની અભિમુખ થયો અને ઘરમાં શાન્તિનાથ ભ. ની પ્રતિમાને સ્થાપી. હવે રાજાને જૈન ધર્મમાં રાગવાળો થયેલો જોઈને બ્રાહ્મણોએ બોલાવેલો, પ્રત્યક્ષ સ૨સ્વતી જેવો મહાઈન્દ્ર જાલ વિ. વિદ્યા ચુડામણિ આદિ શાસ્ત્રો વડે ભૂતકાળ અને ભવિષ્યકાળ આદિને જાણનારો પૂરક, રેચક, કુમ્ભક, પવન (પ્રાણાયામ)ની સાધનામાં ચતુર અને ૮૪ આસન ક૨વામાં હોંશિયાર, કાચાદોરાના તંતુથી બંધાયેલ કમલની દાંડીવાળા અને કેળના પાનના આસન ઉપર બેઠેલો યથાયોગ્ય (જેવું જોઈએ તેવું) રૂપ બનાવવામાં નિપુણ એવો દેવબોધિ પાટણમાં આવ્યો. રાજાએ મહોત્સવ પૂર્વક પ્રવેશ કરાવ્યો આઠ વર્ષના બાળકના ખભા ઉપર મુકાયેલી કમળની નાલના દંડને કાચા સૂતરના તંતુથી બાંધેલી અને કેળના પાનની બનાવેલી પાલખીમાં બેસીને રાજાની સભામાં આવ્યો બધાયને આશ્ચર્યકારી આસન (પાલખી)માં બેઠેલો આશીષ આપવા પૂર્વક તે તે અદ્ભુત પ્રકારની કલાના વિજ્ઞાન યુક્ત અપૂર્વ પ્રબંધનાદિ (ચરિત્ર, કથા આદિ) વડે રાજાના પરિવારને ખુશ કર્યા પછી સભાને વિસર્જિત કરીને રાજા પૂજા કરવાને માટે આવ્યો અમે પણ રાજાની પૂજા વિધિને જોઈશું ઈત્યાદિ બોલતો રાજાએ બોલાવેલો દેવબોધિ ત્યાં આવ્યો રાજા પણ સોનાના પાટલા પર શંકરાદિ દેવોને અને શાન્તિનાથ ભ. ની પ્રતિમાને મૂકીને પૂજવા લાગ્યો ત્યારે જિન પ્રતિમાને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 154 અંશ-૨, તરંગ-૬