________________
એવા તેણે ધર્મનો ઉપદેશ આપવા માંડ્યો અહો ! આ સંસાર અસાર છે. પ્રીયવસ્તુનો સંગમ (સંયોગ) સ્વપ્ન જેવો છે. તે ધર્મ વિના બીજો કોઈ તરવાનો ઉપાય નથી કહ્યું છે કે :- ધર્મવિનાના જે માણસના દિવસો આવે છે. અને જાય છે. તે લુહારની ધમણ જેવા શ્વાસ લેતાં હોવા છતાં જીવતા નથી. અર્થાત્ મરેલા છે. ઈત્યાદિ દેશનાને સાંભળીને વિશ્વાસ પામેલા તે બન્ને જણા બોલ્યા.
હે તપસ્વી ! હે ધર્મદેશક ! અમારો વિવાદ ધર્મશાસ્ત્રથી મીટાવી (દૂર કરી) નિર્ણય ને આપો અમારા બેમાંથી જે જૂઠો પડે તે તમારો ભક્ષ્ય એટલે કે તમારે તેનું ભોજન કરવું.
માર્કાર ઃ- ઓહ આવું પાપ શાન્ત થાઓ. નરકના હેતુભૂત એવી હિંસાથી હું ખેદ (વિરામ) પામ્યો છું સર્વ પ્રકારના કલ્યાણ ને માટે અહિંસા યુક્ત ધર્મમાં રત રહેવું તેથી કરીને જું - માંકડ - મચ્છર વિ. નું પણ રક્ષણ કરવું જોઈએ.
હિંસક એવા પશુઓને પણ જે મારે છે તે અત્યંત નિર્દયી છે. તે ઘોર નરકમાં જાય છે. તો પછી જે ઉત્તમ પ્રાણીઓને હણે છે. તેનું શું ? તેથી આવું બોલવું ન જોઈએ. પરંતુ હું વૃધ્ધ થયો છું. દૂરથી તમારી સાથેના તમારા પદ્મ અને ઉત્તર સારી રીતે સાંભળી શકતો નથી. તો ન્યાય કેવી રીતે કરૂં ? તેથી નજીકમાં આવીને નિવેદન કરો, જેથી જાણેલા પરમાર્થને કહેતાં પરલોકમાં મને બાધા (અંતરાય) ન થાય.
કહ્યું છે કે ઃ- જો માનથી અથવા લોભથી, ક્રોધથી ભયથી જે અન્યાય કરે (ન્યાયને છોડી બીજું બોલે) તો તે મનુષ્ય નરકમાં જાય છે. ઈત્યાદિ કહીને એવી રીતે વિશ્વાસમાં લીધા કે જ્યાં તેઓ નજીકમાં આવ્યા તેટલામાં તો એકને પગ વડે અને બીજાને દાંત વડે આક્રમણ કરીને હણી નાંખ્યા. ઈતિ ઠગ ભાવના - (૩)
(૪) હવે વેપારી (વણિક)ની વાત કરતાં કહે છે. ઃ- વ્યાપારી તેજ કહેવાય છે જે મૂલ્ય લઈને જ લોકોને કરીયાણું વિ. આપે છે. નહીં તો
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 132 અંશ-૨, તરંગ-૬