________________
ભૂલીને અહીંયા હું આવી છું. એમ કહીને તેને વરદાન માંગવાનું કહ્યું ત્યારે વરદાન માંગવામાં પણ નિસ્પૃહપણાથી તારા ઉપર તુષ્ટ થઈ છું, તારી ઈચ્છા હોય ત્યારે મને યાદ કરજે હું આવીશ એ પ્રમાણે વરદાન આપીને અદશ્ય થઈ ગઈ.
એક વખત વરસાદ વરસતો હતો ત્યારે દેવકુલમાં રહેલા બપ્પભટ્ટની પાસે દેવની ઉપમા જેવો કોઈક મનુષ્ય આવ્યો શિલા લેખમાં લખેલા કાવ્યોને તેણે વાંચ્યા અને બપ્પભટ્ટએ તેને બોલાવ્યો. વર્ષાદ બંધ થયે છતે બપ્પભટ્ટિની સાથે ઉપાશ્રયમાં તે આવ્યો તું કોનો પુત્ર છે ? એ પ્રમાણે ગુરુએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે સૂર્યવંશીય ચંદ્રગુપ્તરાજાના વંશના ભૂષણરૂપ કન્યકુબ્ધ દેશના રાજા યશોવર્મ રાજાનો હું પુત્ર છું પિતાએ શિક્ષા આપતાં કંઈક કહ્યું તેથી ગુસ્સે થયેલો હું અહીં આવ્યો છું. અને તેણે પોતાનું નામ આમ છે એ પ્રમાણે ખડી (ચોક) થી લખ્યું ત્યારે ગુરુએ કહ્યું હે વત્સ! નિશ્વિત મનથી મિત્ર બપ્પભટ્ટિની સાથે શાસ્ત્રનો અભ્યાસ કર પછી ત્યાં રહેવાથી તેને બપ્પભટ્ટની સાથે ગાઢ મૈત્રી થઈ.
એક વખત બપ્પભટ્ટિને તેણે કહ્યું જો મને રાજ્ય મળશે ત્યારે હું તમને આપીશ. કેટલોક કાલ ગયા પછી તેના પિતાએ રાજ્યાભિષેક (પટ્ટાભિષેક) માટે પ્રધાનોને મોકલ્યા. બપ્પભટ્ટિને પૂછીને તેઓની સાથે કન્યકુબ્બ દેશમાં ગયો. પિતાએ તેને રાજ્ય પર બેસાડ્યો યાને રાજ્યાભિષેક કર્યો ત્યારે તેના રાજ્યમાં બે લાખ અશ્વ, ૧૪00 (ચૌદશો) રથો અને હાથીઓ, એક ક્રોડનું પાયદળ (સૈન્ય) હતું. એક વખત આમ રાજાએ પોતાના મિત્ર એવા બપ્પભટ્ટિને બોલાવવાને માટે પોતાના પ્રધાનોને મોકલ્યા તેઓના (તે પ્રધાનોના) અતિ આગ્રહથી ગુરુએ તેને (બપ્પભટ્ટીને) મોકલ્યા અને તે ધર્મોન્નતિને કાજે આમ રાજાના નગરમાં ગયા તેના આગમનથી ખુશ થયેલા તેણે સર્વ આડંબર પૂર્વક સામે આવીને પ્રવેશ સમયે હાથી ઉપર બેસવા માટે વિનંતી કરી બપ્પભટ્ટિએ કહ્યું કે સાધુને હાથી ઉપર બેસવું કલ્પતું નથી. •
રાજાએ કહ્યું. મેં આપેલ રાજ્યદાનનું વચન તમે પહેલા સ્વીકારેલું છે. રાજ્યનું પહેલું ચિહ્ન હાથી છે. માટે તેના પર તમે બેસો) એ સાચું તારી પ્રતિજ્ઞા પૂર્ણ થાય પરંતુ સર્વ સંગને છોડનારા એવા અમને અમારી | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (139)| અંશ-ર, તરંગ-૬ ||
Baahanagawulandshwaasahassassassaintaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
88888888888888sageBaggaesaeeet
કિtagggazaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa