________________
એક વખત રાજા શહેરમાં ફ૨વા માટે નીકળ્યા ત્યારે કોઈક (મણિવાળા મરેલા) કાળા સર્પને જોઈને મુખથી સારી રીતે પકડીને મુઠ્ઠીમાં લઈને અને સર્પના મોઢા ૫૨ બીજો હાથ મૂકીને ‘શસ્ત્ર, શાસ્ત્ર, ખેતી વિદ્યા કે બીજા જે જેના વડે નિર્વાહ ચલાવે છે એ પ્રમાણે સમસ્યાને પૂછી પરંતુ રાજાના મનના અભિપ્રાય (વિચાર) ને અનુરૂપ કોઈપણ સમસ્યા પૂરતું (કહેતું) નથી. ત્યારે રાજાએ ગુરૂને ખૂબ જ યાદ કર્યા પછી જે મારા અભિપ્રાય ને કહેશે તેને એક લાખ સુવર્ણ ટંક ઈનામ આપીશ એ પ્રમાણે પડહ વગડાવ્યો. તે સાંભળીને કોઈક જુગા૨ી ગૌડ દેશમાં જઈને બપ્પભટ્ટી ગુરુ (સુરિજી) ને પૂછી આવીને સમસ્યા પૂરી તે આ પ્રમાણે જે રીતે કાળા સર્પના મુખને પકડ્યું તે રીતે સારી રીતે ગ્રહણ કરવું જોઈએ એટલે કે શસ્ત્રને મજબૂત પકડવું, શાસ્ત્રને છોડવું નહિ, કૃષિ વિઘા (ખેતી ની કળા) ભૂલવી નહિ. આ સમસ્યા કોણે પૂરી એ પ્રમાણે આગ્રહ પૂર્વક રાજાએ પૂછતાં ગુરુએ બતાવ્યું છે તેમ કહ્યું વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાએ તેમનું ચરિત્રઆદિ જોવું પછી પશ્ચાત્તાપ કરતાં એવા તેણે શ્રી આ. બપ્પભટ્ટિની પાસે પ્રધાનોની સાથે કાવ્યોને મોકલ્યા તે આ પ્રમાણે...
छाया कारण सिरिधरिअ :વૃક્ષ છાયાના કારણે પોતાના શિર ૫૨ (પત્રો) પાંદડાને ધારણ કરે છે. છતાં પ્રચંડ પવનના યોગે તે ભૂમિ પર પડી જાય છે. તેમાં વૃક્ષ બિચારૂં શું કરે ? ||૧|
न गंगा गांगेयं सुयुवतिकपोलस्थलगतं,
તરુણ યુવતિના કપોલ ભાગ પર રહેલા લોચન ગંગા કે સરસ્વતીને યાદ કરતાં નથી.
સ્ત્રીની છાતી પર રહેલ મુક્તા ફલ (મોતિની માળા) શુક્તિ (છીપ) ને યાદ કરતા નથી. મુગુટમાં જડેલો મણિનો સમુહ રોહણાચલની જન્મભૂમિ ને યાદ કરતો નથી. તેથી હું એમ માનું છું કે પોતપોતાના સુખમાં મગ્ન જગત્ (લોકો) બીજાના સ્નેહથી વિરત રહેછે. (એટલે કે પોતાને ગમતિ.... મનપસંદ ચીજ મલતાં મૂળ વસ્તુનો પ્રેમ ઉડી જાય છે.) II૨॥ ઈત્યાદિ પ્રધાન પાસેથી સાંભળીને ગુરુ બોલ્યા કે આમ રાજાને આ ગાથાઓ સંભળાવવી :
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 142 અંશ-૨, તરંગ-૬