________________
થતાં આમ રાજા તે મહેલને જોવાને માટે ગયો અને તે કાવ્યો જોયા. જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ ધતૂરાથી ઘેનમાં પડેલાનું જેમ દૂધથી ઘેન ઉતરે છે. તેમ આમ રાજાનો ભ્રમ નાશ પામ્યો. તેથી કરીને જેનું મુખ શ્યામવર્ણવાળું થઈ ગયું છે તેવો તે રાજા પણ અત્યંત પશ્ચાતાપ કરવા લાગ્યો અને વિચાર્યું કે મારા મિત્ર વિના બીજો એવો કોણ છે કે આ પ્રમાણે બોધ (શિખામણ) આપે ? હવે મારું મુખ કેવી રીતે બતાવું? મારી શુધ્ધિ અગ્નિજ કરશે કલંક યુક્ત મારા જીવનને ધિક્કાર હો એ પ્રમાણે વિચારીને તેણે ત્યાંજ ચિત્તાને તૈયાર કરવા માટે પાસે રહેલા (મંત્રિ વિ.) ને હુક્ત કર્યો તે ઈચ્છતા ન હોવા છતાં પણ રાજાના તે આદેશને તેઓએ સ્વીકારવો પડ્યો અને તે પ્રમાણે કરીને આદેશને પૂર્ણ કર્યો આ વાત રાજ પુરુષોએ જાણીને ગુરુની આગળ ગદ્ગદ્ કંઠે દુઃખ પૂર્વક રજુ કરી પછી સૂરિજી એ ત્યાં જઈને કહ્યું “હે રાજન્ ! સ્ત્રી જાતને યોગ્ય આવું શું કરવા તૈયાર થયા છો”. - રાજા બોલ્યો - મારા આ દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત દેહનો ત્યાગ કરવો એ જ છે. જે રીતે દુર્જન (દુષ્ટમાર્ગે જનારા) લોકનો અમે દંડ કરીએ છીએ (શિક્ષા આપીએ છીએ) તેવી રીતે કર્મનું છેદન કરવા માટે પોતાની જાતને પણ શું શિક્ષા ન જ કરવી ?
ગુરુએ કહ્યું - મન વડે કર્મ બંધાય છે અને મન વડે જ કર્મ છૂટે છે. સ્મૃતિ મત વાળાને પૂછ ? કારણ કે સ્મૃતિ ગ્રંથોમાં બધા જ પ્રકારના પાપથી છૂટવાનો ઉપાય (માર્ગ) બતાવ્યો છે. પછી તે વાત જાણીને પોતાના મનના પાપથી છૂટવા માટે રાજાએ તેઓને બોલાવ્યા.
સ્મૃતિના જ્ઞાપકોએ કહ્યું કે અગ્નિ વડે તપાવવાથી લાલચોળ વર્ણવાળી થયેલી લોખંડની પૂતળીને આલિંગન કરતાં ચાંડાલણીના સંગમથી ઉત્પન્ન થયેલા પાપથી છૂટી જવાશે. એ પ્રમાણે સાંભળીને રાજાએ તેવી પૂતળીને બનાવરાવી તેને ભેટવા તૈયાર થયો ત્યારે પુરોહિતે અને બપ્પભટ્ટિએ હાથથી અટકાવ્યો (પકડી લીધો) અને તે બને એ કહ્યું “હે રાજનું! ક્રોડો લોકોને સહાય ભૂત એવા આત્માનો ફોગટ નાશ ન કર” દુષ્કર (કઠીન) કાર્ય કરવાના તારા મનના વિચાર (પરિણામ) માત્રથી જ તારૂં તે પાપ નાશ
B
O
R SORASERRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 14
અંશ-૨, તરંગ-૬
BHABHI EHણાકાર
BEHREE
PPBHA