________________
શિષ્યોને જણાવ્યું (સંભળાવ્યું) તે શિષ્યોએ વિનય પૂર્વક તેનું ફલ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અન્ય દર્શનીઓ રૂપી હાથીના મદને ઉતારનારો મહાબુધ્ધિશાળી શિષ્ય આજે અહીંયા આવશે.
ત્યાર પછી મંદિરમાં દેવોને (પ્રભુને) વંદન કરતાં એવા તેઓની આગળ એક છ વર્ષનો બાળક આવ્યો તેને પૂછ્યું તું કોણ છે ? એ પ્રમાણે પૂછતાં જાતેજ તેણે પોતાના સ્વરૂપને કહ્યું. હું પંચાલ દેશના દુમ્બા ઉંધી ગામનો રહેવાસી બપ્પનામના પિતા અને ભિટ્ટ નામની માતાનો સુરપાલ નામનો પુત્ર છું. શત્રુને હણવાને માટે તૈયાર (ઉત્સૂક) થતાં એવા મને પરાક્રમ ક૨વાની આ તારી ઉંમર નથી એમ કહી પિતાએ જાતે જ મને વાર્યો (રોકી દીધો) પિતા જાતે શત્રુને હણતાં નથી અને મને હણતાં રોકે છે. તેથી નારાજ (નિરાશ) થયેલો માતાને પણ પૂછ્યા વિના (જણાવ્યા વગ૨) અહીંયા હું આવ્યો છું. એનું દેવતાઈ તેજ જોઈને ગુરુએ આ પ્રમાણે કહ્યું અમારી પાસે રહે ત્યારે છોકરાએ કહ્યું ‘‘મારૂં ભાગ્ય ખીલી ગયું” એ પ્રમાણે કહીને તે ત્યાં તેમની પાસે રહ્યો એકી સાથે સાંભળવા માત્રથી ૧૦૦૦ (એક હજાર) અનુષ્ટુપ શ્લોકો કંઠસ્થ કરવાની બુધ્ધિ પ્રભા જાણીને તુષ્ટ થયેલા ગુરુએ તેના માતપિતાને વિનંતી કરીને દીક્ષા આપી. પિતાની વિનંતીને માન આપીને બપ્પભટ્ટિ એ પ્રમાણે નામ આપ્યું (સ્થાપ્યું) વિક્રમ સંવત ૮૦૭ના વૈશાખ શુદી ત્રીજ દિવસ ગુરુવારે તેની દીક્ષા થઈ.
એક વખત શ્રી ગુરુએ તેને સારસ્વત (સરસ્વતી) મંત્ર આપ્યો તે મંત્રનું સ્મરણ કરતાં ગંગાના પ્રવાહમાં રાત્રિએ નિર્વસ્ત્ર સ્નાન કરતી સરસ્વતી તે મંત્રના જાપના માહત્મ્ય (પ્રભાવ) થી જેવી ન્હાતી હતી તેવી તેની પાસે આવી અને તેને (બપ્પભટ્ટીએ) જરાક મુખ ફેરવી નાંખ્યું પોતાના સ્વરૂપને ભૂલી ગઈ હોય તે રીતે તે બોલી મુખને શા માટે ફેરવો છો. તમારા મંત્રના જાપથી તુષ્ટ થયેલી હું આવી છું. વરદાન માંગો. એ પ્રમાણે તેણે કહ્યું ત્યારે બપ્પભટ્ટિએ કહ્યું કે હે માતા ! તમારૂં આવા પ્રકારનું વિસર્દેશ (નિર્વસ્ત્ર) રૂપ કેવી રીતે જોવાય ? નિર્વસ્ત્ર એવા તારા શરીરને તું જો. એમ કહ્યું ત્યારે તેણીએ પોતાના શરીરને જોયું અહો ! આનું બ્રહ્મચર્ય વ્રત કેટલું મજબૂત (પાક્યું) છે. એ પ્રમાણે વિચારીને મંત્રના પ્રભાવથી બીજું સઘળું ભાન
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (138) અંશ-૨, તરંગ-૬