________________
આપતા નથી. અને માયા-મધુર વચન વડે. ગ્રાહકને એવી રીતે આકર્ષે છે કે જેથી તે બીજી દુકાન વિ. માં જાય નહિ અને તેમ કરી સુખેથી તેઓને ઠગી શકે છે.
કહ્યું છે કે - રાજા કુટ પ્રયોગથી, વાણીયો કુચેષ્ટાથી, બ્રાહ્મણ કૂટ ક્રિયાથી ભોળા લોકોને ઠગે છે. એ પ્રમાણે કેટલાક ગુરુઓ મૂલ્યથી જ સમ્યકત્વ, આલોચના વિ. આપે છે. અથવા પ્રતિષ્ઠાદિ કરે છે. -
ચિકિત્સાદિ કરીને અને વિદ્યાની ચતુરાઈ વડે ચમત્કારાદિ વિવિધ પ્રકારના મંત્ર, તંત્ર, આપવા વડે કામણ, વશીકરણ વડે, લાભ અલાભ વિ. ના નિમિત્ત, શુકન મુહૂર્ત વિ. કહીને દાનાદિ ગ્રહણ કરે છે. વિવિધ પ્રકારના આકર્ષણ થકી પોતાને તાબે (કન્જ) લોકોને એવી રીતે કરે છે કે જેથી ધર્મના અર્થી હોવા છતાં પણ તેઓ બીજા સુવિહિત ગુરુનો આશ્રય કરતા નથી ઉર્દુ આશ્રય કરનારને હસે છે. અથવા મશ્કરી કરે છે.
કહ્યું છે કે - ખભા પર બેઠેલો જાતિ અંધ જંગલમાં ભૂલી ગયેલી દિશાવાળા દૃષ્ટિહીનને ઈચ્છિત પુરાતન માર્ગને બતાવે તે કષ્ટ જ છે. એનાથી પણ અધિક કષ્ટતર તો સન્માર્ગ પર ચાલનારા દૃષ્ટિવાળાને અને તેના વચનને અનુસરનારાઓને જેઓ અજ્ઞાનીની જેમ અવજ્ઞાપૂર્વક હસે છે. દુઃષમ કાલમાં આવા પ્રકારના ઘણાય છે. તેથી તેના દૃષ્ટાંત મુક્યા નથી. માત્ર પોતાના નિર્વાહ માટે ધર્મ અને શ્રુતને વેંચનારા પરલોકને નહિ જોનારા.જાતે સંસારમાં ડૂબે છે અને પોતાના આશ્રિતોને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા કુમાર્ગને બતાવવા વડે ડુબાડે છે. ઈતિ વણિક દૃષ્ટાંતની કથા થઈ. (૪)
(૫) વાંઝણી ગાયઃ- જેવી રીતે વંધ્યા ગાય હંમેશા ઘાસ માગે છે. પરંતુ બચ્ચાને જન્મ આપતી નથી અને દૂધ પણ આપતી નથી. એ પ્રમાણે કેટલાક કુલગુરુ વિ. માત્ર અભિમાનથી બંધાયેલા હંમેશા વિશિષ્ટ પ્રકારના આહાર વસ્ત્ર, પૂજા આદિની ઈચ્છા કરે છે - માગે છે. તેમ ન કરતાં ગુસ્સે થાય છે. અને ઈચ્છા પૂરી ન થતાં) બળાત્કારે ગ્રહણ કરે છે. વળી વિશિષ્ટ પ્રકારે આગમમાં કહેલી પુણ્ય ક્રિયા આદિ અતિ ઉજવલ વાછરડાની ઉપમા જેવા ધર્મને કહેતાં નથી. અર્થાત્ આપતાં નથી અને તેવા પ્રકારના દૂધની ઉપમા
#
BB8
88888888aaaaaaaaaaaaawaasBaaaaaaaaaaaaaaaaanયાપારાવશRaaaaaaaaamni
ક88a90aaaaaaaa
sm
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 133) અંશ-૨, તરંગ-૬ ||
aaaaaaaaazક્ષ
ક્ષક્ષક્ષક્ષ83 ##aasaagasa