________________
ધારણ કરવા વડે હૃદયમાં નાસ્તિક એવા પાંખડીઓ ભોળા જનોને ડરાવે (ભડકાવે) છે.
કેદાર માર્જોર (બિલાડી) નો સબંધ આ પ્રમાણે છે.
કોઈક વૃક્ષની નીચે તેતર પક્ષી રહેતું હતું એક વખત પ્રાણની રક્ષા માટે (આજીવિકા માટે) નીકળેલા તેને પાકેલા ડાંગરનું ક્ષેત્ર પ્રાપ્ત થયું. ત્યારે એક સસલાએ તેના આવાસને રોકી લીધો. કેટલાક દિવસો પછી પોતાનાં આવાસે આવેલી તેણીએ સસલાને કહ્યું અમારું આશ્રય સ્થાન (ઘ૨) છે. જલ્દી બહાર નીકળી જા
સસલો :- આ આવાસ મારો જ છે.
તિત્તિર ઃ- પાડોશીને પૂછીજો કહ્યું છે કે :- વાવ, તળાવ, ઘરના અને ઉપવન (ઉદ્યાન)ની માલીકીની ખાતરી પાડોશીથી થાય છે. એ પ્રમાણે મનુ સ્મૃતિમાં કહ્યું છે.
સસલો :- રે મૂર્ખ ! સ્મૃતિનું વચન શું સાંભળ્યું નથી ? જેણે જેનું ક્ષેત્ર પ્રત્યક્ષ રીતે દશ વર્ષ ભોગવ્યું છે તેનું તે થાય છે. અક્ષર (લખાણ) પ્રમાણ થતાં નથી. અથવા તેનો સાક્ષી તે જ થાય છે. અને તેવી રીતે નારદનો મત છે કે દશવર્ષ જેણે જે (ઘર) ભોગવ્યું છે તે મનુષ્યનું થાય છે. પક્ષિનું કે પશુનું આશ્રય સ્થાન તેમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી તેનું સ્થાન હોય છે. જોકે આ તારું આશ્રય સ્થાન છે. ભલે તારૂં મકાન હોય તો પણ તે શૂન્ય (ખાલી) હોવાથી મેં આશ્રય કર્યો છે. તેથી તે મારૂં જ છે.
તિત્તિરિ :- જો તું સ્મૃતિને પ્રમાણ કરે છે. તો સ્મૃતિ (હિન્દુગ્રંથ) ને જાણનારાને આપણે પૂછીએ તે જેને આપશે તેનું તે થશે. પછી ગંગાના કાંઠે કેદાર - કંકણ આભરણવાળા, તપ, નિયમ, વ્રતમાં રહેલા દધિકર્ણ નામના માર્કાર (બિલાડા) ને જોયો, ત્યારે આ ધર્માત્મા વિવાદને મિટાવો. એ પ્રમાણે તે બોલી ત્યારે સસલો બોલ્યો. “આ ક્ષુદ્ર થી સો” વિશ્વસનીય નથી તપના બહાનાથી આ અધમ છે. ગળામાં પહેરેલી માળાવાળા તપસ્વીઓ તીર્થમાંજ દેખાય છે. તે સાંભળીને કપટ (દંભ) નો ભંડાર તેના વિશ્વાસ ને માટે સૂર્યની સામે બે પગ વડે ઉભેલા, ઉંચા કરેલા હાથવાળો અને કંઈક ઢાળેલા નેત્રવાળા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 131, અંશ-૨, તરંગ-૬