________________
અંતરથી અસાર બહારથી સારા એ રીતિએ બીજા ભાંગામાં પડેલા ગુરુઓ કહ્યા.
તેવી રીતે કેટલાક વ્યાપારીના આભરણની જેમ અંતરથી સારા બહારથી અસાર તે આ પ્રમાણે કેટલાકના અંતરમાં શ્રત (જ્ઞાન) હોય છે. શ્રી જિન વચન પરની સમ્યક શ્રધ્ધા વિ. ૨૫. તેનું લીંગ... (ચિહ્ન) છે જીવની રક્ષાનો પરિણામ, કપટ રહિત વૃત્તિ તેના પાલણમાં પ્રયત્ન આદિના દર્શનથી (જોવાથી) અંતરમાં સાર છે. વળી બહાર તેવા પ્રકારનો જ્ઞાનાવરણીય કર્મોદય આદિના કારણે જ્ઞાનનો પાઠ વિ. કરવામાં ભણાવવામાં ઉલ્લાસ ન હોવાથી માસતુષ સાધુ વિ. ની જેમ બહારથી) અસાર છે. અથવા પ્રમાદથી નહિ ભણતા હોવાથી યુવરાજર્ષિ વિ. ની જેમ બહારથી અસાર છે. તે દૃષ્ટાંત કહેતાં કહે છે.
(યવરાજર્ષિની કથા )
વૈશાલીનગરીમાં યવનામનો રાજા હતો તેને ગર્દભિલ્લ નામનો પુત્ર અને અણુલ્લિકા નામની પુત્રી અને દીર્ધપૃષ્ઠ નામનો મંત્રી હતો. - એક વખત રાત્રિના છેલ્લા પહોરે જાગૃત થયેલા રાજાએ ચિંતવ્યું કે ખરેખર પૂર્વ જન્મમાં કંઈપણ ધર્મ કાર્ય મેં કરેલું છે તેના પ્રભાવે આ સમુદ્ર સુધી ભૂમિ પર મારી અખંડિત આજ્ઞાનું શાસન ચાલે છે. તમારી આણ વર્તે છે) આ હાથી ઘોડા વિ. સંપત્તિ મારી છે. મારા દેશમાં આજ સુધી પણ દુષ્કાળ પડયો નથી. તેથી ફરી પણ સુકૃતને કરું જેથી કરીને આગામી ભવ પણ સુખ શાન્તિ આદિથી સુંદર થાય ઈત્યાદિ. પછી પ્રભાતે પુત્રને રાજ્ય પર બેસાડીને હિત શીક્ષા આપીને અને ઉદ્યાનમાં આવેલા ગુરુને નમીને તેમની પાસે સંયમને ગ્રહણ કર્યું અને તીવ્ર તપ તપતાં, વૈયાવૃત્યની ભાવના પૂર્વક ગુરુની સાથે વિચરે છે. પરંતુ ગુરુએ ઘણું કહેવા છતાં પણ અભ્યાસ કરતાં નથી “હું વૃધ્ધ છું તેથી પાઠ આવડતો નથી “ઈત્યાદિ તે બોલે છે. એક વખત લાભ જોઈને પુત્રને પ્રતિબોધ કરાવાને માટે ગુરુએ વિશાલાનગરીમાં મોકલ્યા ગુરુના વચન (આજ્ઞા) શિરોધાર્ય કરીને પ્રયાણ કર્યું. માર્ગમાં વિચાર કરે છે
I[HaBaadatabasaanaBaaaaaaasininteneggspeasuaaaaaaaaaaaaaaaanastપાધ્યક્ષaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (94)
- ૧૫ taaaaaaaaaaaaaaaaaaaahaaaaaaaantinuinathi]
તરંગ - ૧૫ ]