________________
વળી પણ કહે છે કે - આ લોકમાં ૧ વર્ષ સુધી ચાંડાલને (કસાઈને) જે પાપ લાગે છે. તે પાપ એક દિવસ અળગણ પાણી વાપરવાથી લાગે છે. સૂર્યાસ્ત થયા બાદ પાણી લોહી કહેવાય છે. તેના કારણોથી જ સ્પર્શ થયેલું પાણી પવિત્રતાને પ્રાપ્ત કરે છે. ઈત્યાદિ કહીને ગળ્ય વગરનું પાણી અને રાત્રિ ભોજન વિ. ધર્મની બુધ્ધિથી આચનારાઓ યજ્ઞ આદિમાં નિર્દયતાથી બકરાદિનો વધ કરનારા ગોળની ગાય, સ્વર્ણની ગાય, બળતી ગાડર તથા પાપના ઘડા આદિ દાનને લેનારા ગૃહસ્થોથી પણ નિર્દયતાથી અધિક આરંભ કરનારા બ્રાહ્મણોનો તે ધર્મ ઉલ્ટો બહારનું જોનારા લોકોમાં પણ નિંદાને પાત્ર બને છે. આથી બહારથી અસાર છે. એ પ્રમાણે નાસ્તિકાદિ ધર્મની પણ અન્તઃ અને બાહ્ય એમ બન્ને પ્રકારની અસારતા પ્રગટ પણે દેખાય છે.
બૌધ્ધ ધર્મ પણ આજ ભાંગામાં આવે છે. તે બધ્ધોને પાત્રમાં પડેલું માંસ વિ. પણ કલ્પતું હોવાથી અને તપ રૂપ કષ્ટ આદિનો નિષેધ હોવાથી અન્તઃ અને બાહ્ય એમ બન્ને રીતે અસાર છે. અને તેઓનો મત છે કે કોમળ શૈયા, સવારે (પ્રભાતે) ઉઠીને પ્રવાહી, મધ્યાહને ખાણું, સાંજે પીણું અને દ્રાક્ષાખંડ અને શર્કરા અર્ધી રાત્રે લેવાથી શાક્ય પુત્રે અન્ને મોક્ષ જોયો છે. તેથી તેની પણ અન્તઃ અને બાહ્ય અસારતા સહજભાવે સહેલાઈથી પ્રગટ થાય છે. એ પ્રમાણે બીજા પણ દાવાનલ લગાડનારા એવી જાતીના બધા ધર્મો આ જ ભાંગામાં આવી જાય છે. એ પ્રમાણે પહેલો ભાંગો કહ્યો.
આવા પ્રકારના ધર્મ કરનારાઓની ગતિ પ્રાયઃ કરીને નરકાદિની થાય છે. તેઓના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે વૃક્ષોને છેદીને, પશુઓને હણીને, લોહીનો કાદવ કરીને જો સ્વર્ગ મલતો હોય તો નરકે કોના વડે જવાય ? ઈત્યાદિ કદાચ કોઈક અલ્પ ઋધ્ધિવાળા વ્યંતર વિ. માં ઉત્પન્ન થાય.
વળી કોઈ ધર્મ વેશ્યાના આભૂષણની જેમ અન્તઃ અસાર અને બહારથી સારભૂત હોય છે. જેવી રીતે તાપસ વિ. નો ધર્મ, કારણ કે સમ્યજીવાદિ સ્વરૂપને નહિ જાણતા હોવાથી જીવરક્ષાના પ્રકારને નહિ જાણતાં, વિશેષ પ્રકારે તેવા પ્રકારના જીવરક્ષાના પરિણામ વિ. નહિ આવવાથી અલ્પ માત્ર અપરાધ કરનારને શ્રાપ વિ. આપનારા, અનંતકાય કંદમૂલ, શેવાલ, ફળ વિ.
M888888888888888:888:8BRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
natitatistianitaisinsitalnaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaag
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
તરંગ - ૧૫
tiguagggggggggagggggg
a zal