________________
થાય છે. દૃષ્ટાંતો યથાયોગ્ય જાતેજ વિચારી લેવા એ પ્રમાણે ધર્મ વિષયક શુધ્ધિને અનુસરીને ૪ ભાંગા કહ્યા.
હવે સામાન્યથી જીવોના ધર્મ ગુણ ને આશ્રયીને ચાર ભાંગા છે તે આ રીતે કેટલાક જીવો ચાંડાલના આભરણની જેમ ધર્મથી અંતઃ અને બાહ૨થી અસાર છે. હૃદયમાં પરિણામનો અને બહારથી ક્રિયાનો અભાવ હોવાથી કાલસૌકરિક કસાઈની જેમ ધર્મનો અભાવ હોવાથી બન્ને રીતે અસાર છે. અને તેવા જીવો નરકગામિ જાણવા.
બીજા ભાંગામાં વેશ્યાના આભરણની જેમ અંતરમાં અસાર અને બાહ્ય સારા હોય છે. હૃદયમાં ધર્મનો પરિણામ ન હોવાથી અસાર છે. બાહ્ય તેવા પ્રકારની ક્રિયાની આચરણાથી સાર છે. બાર વર્ષ સુધી યતિવેષ ને ધારણ કરીને ઉદય રાજાના હત્યારા (વિનયરત્ન) સાધુની જેમ અન્તઃ અસાર અને બહા૨થી સારા ત્રણ ગામના મધ્યમાં રહેનારા કૂટક્ષપકની જેમ.
કેટલાંક અહીંયા પણ અનર્થનું પાત્ર બને છે. ઉભયવતુ એટલે કે વિનયરત્ન અને કૂટક્ષપકની જેમ પરલોકમાં નરકગતિના ગામી જાણવા. કેટલાક વળી અતિક્ષુદ્ર મનવાળા ક્રિયાના અભ્યાસ વિ. ના કા૨ણે પરલોકમાં બોધિ ને પણ પામે છે. તેથી નજીકમાં સિધ્ધિપદને પણ મેળવે છે.
દૃષ્ટાંત :- પૂર્વે કહેલાં વરદત્ત શ્રેષ્ઠિ અને દાસીપુત્ર વિ. ના જાણવા કેટલાક તો તેજ ભવે પણ સમ્યધર્મ પણ પામે છે. ક્ષુલ્લકકુમારની જેમ (બાળ સાધુની જેમ) નૂતન પરણેલા નાગીલાના ધ્યાનમાં લીન બનેલાભાઈ ભવદેવના આગ્રહને વશ થઈ ઘણા વર્ષ સુધી દ્રવ્ય પણે સાધુપણામાં રહેલા ભવદત્તની જેમ આ પ્રમાણે બીજો ભાંગો થયો.
વળી શેઠીયા ના આભૂષણની જેમ હૃદયમાં ધર્મના પરિણામ હોવાથી અન્તઃ સારા બલભદ્રમહર્ષિની સેવા કરનાર મૃગની જેમ ધર્મ ક્રિયાથી રહિત હોવાથી બહારથી અસાર છે.
તે વાત આગમમાં પણ કહી છે. શ્રુતિ (ધર્મ શ્રવણ) અને શ્રધ્ધા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ધર્મમાં વીર્ય (પુરુષાર્થ) ફો૨વવાનું દુર્લભ બને છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 108 તરંગ ૧૫