________________
તિરંગ - ૬ વળી બીજા દષ્ટાંતો દ્વારા ગુરુઆદિમાં રહેલું યોગ્યયોગ્યનું સ્વરૂપ કહે છે.
શ્લોકાર્ધઃ- (૧) સર્પ (૨) ચોર (૩) ધૂતારો (૪) વણિક (૫) વાંઝણી ગાય (૬) નટ (૭) ગાય (૮) મિત્ર (૯) બંધુ (૧૦) પ્રીય (૧૧) માત (૧૨) કલ્પતરુ. આ ગુરુ અને શ્રાવકના વિષયના દૃષ્ટાંતો છે.
વ્યાખ્યા :- પદની ઘટના સુગમ છે આ પ્રમાણે એની વિચારણા કરવી જેવી રીતે સર્પ સ્વભાવથી દૂર કર્મ વાળો છે. જેની પ્રકૃતિ (સ્વભાવ) ક્રોધ રૂપ જ છે અને આકૃતિ પણ ભયંકર છે. વિકસિત કરેલી ફણાના ફૂત્કાર વડે (ફૂંફાડા વડે) બાળકોને ડરાવનારો છે. અલ્પમાત્ર અપરાધ થતાં અવસર પ્રાપ્ત થતાં તેના જીવન (પ્રાણી) ને હરી લે છે. કહ્યું છે કે સર્પોનો અને લુચ્ચા પુરુષોનો અને ચોરોનો વિશેષ પ્રકારે અભિપ્રાય સિધ્ધ થતો નથી આ જગત પણ તે પ્રમાણે વર્તે છે. વળી કેટલાક લૌકિક અને લોકોત્તરકુગુરુઓ રાગ દ્વેષાદિ વિષયથી ઘેરાયેલા માત્ર આ લોકના અર્થમાં ડૂબેલા સંપૂર્ણ રીતે જીવદયાદિ મૂલ ધર્મના તત્વ મમ) ને નહિ જાણનારા, અનેક પ્રકારના મંત્ર, કે તંત્ર, યોગ, પ્રયોગ, આકર્ષણ, ઉન્મેલન (ઉખેડવા), વશીકરણ, હોમ (યજ્ઞ) શાતન, પાતન આદિ કર્મ કરવાના સ્વભાવવાળા, કૂર કર્મ કરવાના સ્વભાવ વાળા, કૂર કર્મ કરનારા, સુવિહિત ગુરુ આદિ ઉપર ઘણી ઈર્ષા કરવામાં રત બનેલા, ઉછળતા રોષના સમૂહથી ભરાયેલા, ભયંકર લાગતા એવા તે શુધ્ધ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા ને, પોતાને શિખામણ આપનારાઓને, ભોળા લોકોને ડરાવતા તેવા પ્રકારના ક્ષુદ્ર પ્રાણીઓને અત્યંત ભયંકર, ઉદ્વેગ કરનારી, વાણીના ડીડીમ આડંબર વડે પોતાના મનને ગમે નહિ તેવા આચરણ રૂપ અલ્પ અપરાધ થતાં શ્રાપાદિ વડે અથવા કામણ ટુમણાદિ વડે નિર્દય હૃદયી તેઓ પ્રાણ - જીવિત ને હરે છે. એવા પ્રકારના લૌકિક ઋષિઓ ઘણા છે. અહીંયા પરિવ્રાજકને દૃષ્ટાંતરૂપે કહે છે. તે આ પ્રમાણે.
EાયજીકaaaakashansahitingsamaધaniાષianષાવB
islamaanan
380398888888888888888888888888:33Bassists
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | (127)
અંશ-૨, તરંગ-૬