________________
શિષ્યોની જેમ અને યુગ પ્રધાનનો ઉપઘાતિ કુશિષ્યની જેમ વાણીથી સારા અને ક્રિયાથી અસાર હોય છે.
તે આ પ્રમાણે કોઈ એક યુગ પ્રધાન એવા ગુરુ ઉગ્ર વિહારી હોવા છતાં પણ જંઘા બલ ક્ષીણ થવાથી એક સ્થાને રહ્યા ત્યાં શ્રાવકોએ આ શાસનના આધાર છે. એમ વિચારીને યોગ્ય સ્નિગ્ધ મધુર આહાર વિ. તેમને રોજ આપી ભક્તિ કરે છે. ભારી કર્મી હોવાથી તેના શિષ્યોએ ચિતવ્યું કેટલા કાળ સુધી સ્થિ૨વાસીનું પાલણ કરવું તેથી અણસન ગ્રહણ કરાવવાની ઈચ્છાવાળા તે શિષ્યો ભક્ત શ્રાવકો એ આપેલો યોગ્ય આહાર તેને આપતા નથી છેલ્લે વધ્યું ઘટ્યું લાવીને તેમની આગળ ખેદ પૂર્વક બોલ્યા. અમે શું કરીએ ? તમારા જેવા મહાન પરુષોને પણ અવિવેકી શ્રાવકો યોગ્ય અન્ન વિ. હોવા છતાં પણ આપી શકતા નથી અને શ્રાવકોને તે મુમુક્ષુઓએ કહ્યું કે સંલેખનાની જ ઈચ્છાવાળા આચાર્ય સ્નિગ્ધ આહારને ઈચ્છતા નથી. તે સાંભળીને કોપિત થયેલા શ્રાવકોએ ગુરુની પાસે આવીને ગદગદ કંઠે કહ્યું હે ભગવાન ! વિશ્વમાં સૂર્ય સમાન અરિહંતનું શાસન લાંબો કાળ થઈ ગયો છતાં પણ આજે આપના પ્રતાપથી શોભી રહ્યું છે. તો પછી શા માટે અકાલે સંલેખના શરૂ કરી ? અમે તમને ભારરૂપ બનીએ છીએ તેવું વિચારો નહિ, કારણ કે અમારા શિરોધાર્ય છો તમે અમને ભારરૂપ નથી અને શિષ્યોને તો ક્યારે પણ ભાર રૂપ નથી પછી તેઓએ (આચાર્ય) ઈંગીત જ્ઞાનથી જાણ્યું કે અમારા શિષ્યોએ આ કામ કર્યુ છે તો અપ્રિતિદાયક આયુષ્ય વડે શું ? ધર્મીઓ કોઈને પણ અપ્રીતિ ઉત્પન્ન કરતાં નથી. એ પ્રમાણે વિચારીને ખુલ્લા મનથી તેમણે કહ્યું સ્થાયી એવા અમારે કેટલા કાળ સુધી તમારી પાસે અને સાધુ પાસે વૈયાવચ્ચ કરાવવી. તેથી ઉત્તમાર્થને જ સ્વીકારૂં છું એ પ્રમાણે તેઓને જણાવીને ભક્ત પચ્ચક્ખાણ કર્યું.
કેટલાક વાણીથી વિનય કરતા નથી, પરંતુ યથાયોગ્ય આચરે છે તેથી વાણીથી સારા નહિ પરંતુ ક્રિયાથી સારા હોય છે. દૃષ્ટાંતો તો જાતે જાણી લેવા. વળી કેટલાક બન્ને રીતે અસાર હોય છે. કુલવાલક શ્રમણની જેમ શ્રી ઉત્તરાધ્યયનમાં પ્રસિધ્ધ શ્રી ગંગાચાર્યના કુશિષ્યની જેમ. અથવા વાણી વડે બીજાને ઉપદેશ આપે છે. તે વાણીથી સારા છે. જાતે જ સારી રીતે આચરે છે તે ક્રિયાથી સારા છે એ પ્રમાણે બાકી રહેલા ત્રણે ભાંગા વિચારવા.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | (125 અંશ-૨, તરંગ-૫