________________
વળી બીજી કેટલીક કંઈપણ બોલતી નથી પરંતુ પહેલાની જેમ પૂજાયેલી ઈચ્છિતને આપે છે. તેથી વાણીથી અસાર અને ક્રિયા થી સારભૂત હોય છે. એ પ્રમાણે ૩ ભાંગો.
વળી જે સામાન્ય પુરુષ સંબંધી કરોટિકા અતિશય વગરની તે બોલતી પણ નથી અને કંઈપણ આપતી પણ નથી. એ પ્રમાણે બન્ને રીતે (અન્તઃ બાહ્ય) અસાર છે ઈતિ ૪ થો ભાંગો.
તેવી રીતે ગુર્નાદિને પણ આશ્રયીને ચતુર્ભાગી થાય છે. તેમાં ગુરુ સદુપદેશની કુશળતાવાળા હોવાથી વાણીનું સારપણું પંચમહાવ્રતાદિ સમ્યકુ અનુષ્ઠાન રૂપ વિનયથી યુક્ત હોવાથી ક્રિયામાં સારપણું છે તે વિચારવું (જાણવું) અને તેથી કરીને કેટલાક ગુરુઓ બન્ને રીતે (ક્રિયા અને વાણીથી) શ્રી વજા સ્વામિ વિ. ની જેમ સારરૂપ હોય છે.
બીજા કેટલાક વાણીથી સારા અને ક્રિયાથી અસાર હોય છે. તેવા પ્રકારના ઉપદેશ આપવામાં કુશળતાથી યુક્ત (વાણીથી સારા) નતુ ક્રિયાથી પાસસ્થાદિ આચાર્યની જેમ.
વળી બીજા કેટલાક મૂકકેવલીની જેમ અને પ્રત્યેક બુધ્ધ વગેરેની જેમ વાણીથી અસાર (ઉપદેશ નહિ આપતા હોવાથી) ક્રિયાથી સારભૂત (ક્રિયા કરતાં હોવાથી).
“દેશના નહિ આપનારા પ્રત્યેક બુધ્ધ વિ. ઈતિ. આગમવચનથી જણાય છે કેટલાક બન્ને રીતે અસાર હોય છે. ઉપદેશ આપવામાં કુશળતા વિનાના પાસસ્થાદિ આચાર્યવત્ ઈતિ ચોથો ભાંગો.
હવે શીષ્યને આશ્રયીને વિચારણા કરે છે. વિનય એટલે (ઉત્તરાધ્યયનના) વિનયાધ્યયનમાં કહ્યું છે કે ગુરૂના વિષયમાં બહુમાન, યથાયોગ્ય ભક્તિ વિ. કરવું તે વિનય કહેવાય છે.
એ પ્રમાણે આગળ કહેતાં કહે છે તે સાધુ ! તું જ્ઞાનીઓ પ્રત્યે પ્રતિકૂલપણું આચરીશ નહિ તેમજ (તમો પણ થોડુંજ જાણો છો) ઈત્યાદિ.
freeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeaeeeeeeeeeeolan
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 123)[અંશ-ર, તરંગ-૫)