________________
શ્રી કૃષ્ણાદિ જેવા કેટલાકનું અન્તઃકરણ સમ્યકત્વ આદિથી ભાવિત હોવા છતાં પણ વિરતિ વિ. વિશેષ ગુણથી રહિત હોવાથી વાંઝણી કન્યાદિની જેમ અન્તઃ અસાર વાળા હોય છે. ઈતિ બીજો ભાંગો.
બાહ્યતો ભાઈ, પત્નિ, પુત્રાદિ સ્વજન, પરિજન વિ. ને પ્રતિબોધ કરવામાં અસમર્થ અને બીજાને ધર્મમાં સહાય વિ. કરવામાં અસમર્થ. સમ્યક્ અનુષ્ઠાનથી પોતાના આત્માને ભવથી તારવા વડે કરીને પોતાના ઉપર ઉપકાર કરનારા અન્તઃ સાર રત્ન જેવા હોય છે.
પૂર્વ ભંગમાં કહેલ સહદેવના મોટાભાઈ વિમલની જેમ અન્તઃ સાર વાળા હોય છે. ઈતિ - ત્રીજો ભાંગો.
વળી કેટલાક સ્વ અને પરનો ઉપકાર કરવામાં સમર્થ હોય છે. તે અન્તઃ અને બાહ્ય બને રીતે સારા એવા રત્નની ઉપમા જેવા છે. શ્રી કુમારપાલ રાજા વિ. ની જેમ તે આ પ્રમાણે.
શ્રી કુમારપાલ રાજા શ્રી સમ્યકત્વ મૂળ બારવ્રતનું પાલણ કરનારા, ત્રિકાળ જિન પૂજા, આઠમ અને ચૌદશે ઉપવાસ સહિત પૌષધ, પારણે દૃષ્ટિ પથમાં આવનારા બીજા સેંકડો ને પણ યથાયોગ્ય આજીવિકાને આપવા દ્વારા સંતોષને આપનારા સાથે પૌષધ કરનારાઓને પોતાના મહેલમાં પારણું કરાવનારા, ધન હીન સાધર્મિકનો ઉધ્ધાર કરવા માટે ૧ હજાર સોનામહોર અર્પણ કરનારા, ૧ વર્ષમાં સાધર્મિકોને ૧ ક્રોડ સોનામહોર દાનમાં આપતાં એ પ્રમાણે ૧૪ વર્ષમાં ચૌદ ક્રોડ સોનામહોરનું દાન કરનારા, ૯૮ લાખ દ્રવ્યનું સાધર્મિકો ને ઔચિત્ય દાન કરનારા ૭૨ લાખ અપુત્રવાળી રોતી વિધવાની મિલકતના વીલને ફાડનારા (મીલકતના હક્ક છોડી દેનારા) ૨૧ જ્ઞાન ભંડાર લખાવનારા (બનાવનારા), હંમેશા ત્રિભુવનપાલ વિહારમાં સ્નાત્ર ભણાવનારા, શ્રી હેમચંદ્ર ગુરુના ચરણકમલમાં દ્વાદશાવર્ત વંદન કરનારા, ત્યાર પછી અનુક્રમે સર્વ સાધુને વંદન કરનારા, પોતાના પહેલા પૌષધાદિ વ્રતને લેનારા યોગ્ય શ્રાવકને નમસ્કાર બહુમાન આદિ કરનારા, અઢારદેશમાં અમારીનો પડહ (ઢંઢેરો) પીટાવનારા, ન્યાયનો ઘંટ વગાડાવનારા, વળી ચોદ દેશમાં ધન આપવા દ્વારા અને મૈત્રીપણાથી જીવરક્ષા કરાવનારા, ૧૪૪૪ નૂતન મંદિર બનાવનારા, ૧૬૦૦, જીર્ણોધાર કરાવનારા ૭ તીર્થ
Eggggggggggggggg8888888888888888888888888BEBRBB888888RRRRRRRRRRSABB88888888888 88888BRRRRR
B8%90%aa%
a
88888
qa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૪