________________
વગડાવે છે. એ જાણીને સહદેવે બલાત્કારે વસ્ત્રના છેડામાંથી મણીને લાવીને પડહ ને સ્પર્શ કર્યો અને પુત્રને જીવિત કર્યો પછી સહદેવના કહેવાથી રાજાએ વિમલની પાસે આવીને રાજ્ય લેવાની પ્રાર્થના (વિનંતી) કરી ત્યારે તે વિમલે આરંભ (પાપનું કારણ હોવાથી)ની બીકથી તે રાજ્ય ન લીધું. ત્યારે રાજાએ હાથી ઉપર બન્નેને બેસાડી પોતાના મહેલમાં લાવીને સહદેવને દાનમાં અડધું રાજ્ય આપ્યું વિમલની ઈચ્છા ન હોવા છતાં પણ શ્રેષ્ઠિ પદ અને મકાન વિ. આપ્યું.
સહદેવ તો રાજ્યમાં અને વિષયમાં આસક્ત બન્યો અને મહારંભક૨વા પૂર્વક ધર્મને ત્યાગી દીધો અને સાધર્મિકોને પણ અન્યાય ક૨વા વિ. થી પીડવા લાગ્યો અને તેઓને ધર્મમાં સહાય આદિ કરવી તો દૂર રહી ઉલ્ટું વિમલેવાર્યા છતાં પણ યુધ્ધ વિ. કર્યું અને કહ્યું કે રાજ્યના કેટલા બધા કાર્ય દેખાય છે. (હાલ રાજ્યને સંભાળું) ધર્મ તો અવસરે કરાશે (કરીશું) ઈત્યાદિ. તેના સંગથી તેનો પરિવાર પણ તેવી રીતે ધર્મથી વિમુખ બન્યો એક વખત તે શત્રુએ મોકલેલ હત્યારાથી મરાયો અને પહેલી નરકે ગયો. તે કારણે ઉત્પન્ન થયેલા વૈરાગ્ય થી અત્યંત ધર્મની આરાધના કરીને વિમલ સ્વર્ગમાં ગયો અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે ઈતિ. પ્રથમ ભંગ
કેટલાક વળી ચારિત્ર મોહનીય કર્મની પ્રાબલ્યતા (જો૨) વિ. ના કારણે પોતે ધર્મ ક્રિયામાં પ્રમાદી (આળસુ) હોવા છતાં પણ બીજાઓ પાસે ધર્મ ક્રિયા કરાવે છે. તેવા પ્રકા૨નો ધર્મનો ઉપદેશ આપવો, વિઘ્ન નિવા૨ણ આદિ કરવા વડે કરીને, સહાયક બનવા દ્વારા દીન (ગરીબ) અનાથ (સહાય વગરના) ને પણ ધનાદિ સામગ્રી આપવા દ્વારા ઉપકાર કરનાર બને છે તેથી તેઓ બહા૨થી સાર રૂપ રત્ન સરિખા છે.
પ્રવજ્યા લેવાની ઈચ્છાવાળા, પોતાના સંતાનનો નિષેધ નહિ કરનારા, પૂર્વે દીક્ષા લીધેલી સર્વ પુત્રીઓ અને બાકીના સઘળા તપના અર્થિઓના તપના મહિમાનો ઉત્સ્ય કરવા પૂર્વક અને જે કોઈ દીક્ષા લે તેવા કુટુંબનો નિર્વાહ આદિમાં સહાય કરનારા તેના હેતુભૂત તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરનાર, શ્રી કૃષ્ણ નૃપાદિની જેમ બાહ્ય સારા હોય છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 118 અંશ-૨, તરંગ-૪