________________
હવે શ્રાવકોની ચતુર્ભગી વિચારે છે. તેમાં કેટલાક શ્રાવકો ધર્મક્રિયામાં પ્રમાદીપણાના કારણે પોતાને ભવસમુદ્રમાં ડુબાડે છે. અને ધર્મ કરવામાં તેનો ઉપદેશ આપવામાં અને ધર્મ કરનારને સહાયક બનવા વિ. થી રહિત હોવાથી. બીજા સ્વજન પરિવારને પણ દ્રવ્ય અને ભાવ આપત્તિથી તારતાં (બચાવતાં) નથી એમ બન્ને રીતે ઉપકારક નહિ બનતાં હોવાથી, કાચમણીની જેમ અન્તઃ અને બાહ્ય એમ બન્ને રીતે અસાર છે. સહદેવની જેમ, તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
(સહદેવની કથાઓ
કુશસ્થલ પુરમાં વિમલ અને સહદેવ નામના બન્ને ભાઈઓએ સાધુ મ. પાસેથી ધર્મનો સ્વીકાર કર્યો.
એક વખત તે બન્ને ભાઈઓ પૂર્વના દેશમાં દ્રવ્યને (વ્યાપારને) માટે ચાલ્યા અડધા માર્ગમાં આવ્યા ત્યારે કોઈ મુસાફરે નિર્મલ જલ વિ. થી યુક્ત માર્ગ છે ? એમ પૂછ્યું ત્યારે પાપના ભયથી વિમલે કહ્યું કે હું જાણતો નથી. વળી તું ક્યાં જાય છે ? એ પ્રમાણે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે વ્યાપારાર્થે જાઉં છું. તારું ગામ કહે એમ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું રાજધાનીમાં રહું છું મારૂં કાંઈજ નથી પછી વળી પૂછ્યું કે હું તમારી સાથે આવું ? ત્યારે તેણે કહ્યું કે તમને ઠીક લાગે તે કરો અમે કોણ ? એ પ્રમાણે વિમલે કહ્યું.
પછી સાથે આવેલા મુસાફરે રસોડામાં અગ્નિની યાચના કરી ત્યારે તેણે કહ્યું કે હું અગ્નિ નહિ આપું (પાપના કારણે ના પાડી) પણ તું મારી સાથે ભોજન કર એમ કહ્યું ત્યારે આક્રોશ પૂર્વક મુસાફરે ડરાવવા માટે શરીરની વૃધ્ધિ કરી. પ્રાણાન્ત કષ્ટમાં પણ ડર્યા વગરનો જોઈ તે મુસાફરે પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું ઈન્દ્ર સભામાં કરેલ પ્રશંસાનો વૃતાંત (વાત) કહ્યો અને બલાત્કારે ખેસમાં વિષને હરનાર મણી બાંધીને દેવચાલ્યો ગયો અને સહદેવ આદિને તે વૃતાંત વિમલે કહ્યો. ત્યાર પછી એક વખત નગરમાં કોલાહલ થતો જોઈ પ્રશ્ન કર્યો છતે પૂછતાં) કહ્યું કે પુરુષોત્તમ રાજા હમણાં સર્પથી ફંસાયેલા પુત્રને જીવાડનારને અડધું રાજ્યદાનમાં આપવાનો પડહ | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૨, તરંગ-૪
Raaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaage
gaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaag
SEEDS
15/EITHERGYZINEEEEEE