________________
એ પ્રમાણે ગણ વિ. ની ચિંતાને છોડી દઈને પોતાની સાધનામાં લીન તે આ ભાંગામાં જાણવા અંદરથી સારરૂપ અને બહારથી અસાર.
જિનકલ્પી આચાર્ય આદિના દૃષ્ટાંતોથી આ ત્રીજો ભાંગો જાણવો.
તેવી રીતે કેટલાક આચાર્ય ઉભય એટલે કે બન્ને રીતે ચોથા રત્નની જેમ સારરૂપ હોય છે. પોતાના આત્મા ઉપર ઉપકાર કરવામાં લીન અને બીજાના ઉપર પણ ઉપકાર કરવામાં લીન આલોક અને પરલોકમાં દ્રવ્યથી અને ભાવથી ઉપકાર કરવા પૂર્વક ૧૫૦૩ તાપસોને ઈચ્છા મુજબ ખીર આપવા વડે દ્રવ્યથી અને કેવળજ્ઞાન આપવા વડે કરીને ભાવથી શ્રી ગૌતમગણધરાદિની જેમ બને રીતે સારા હોય છે.
કહ્યું છે કે - કલ્પવૃક્ષ સમાન, અમાપઋધ્ધિવાળા નૂતન ગુરૂ ગૌતમ સ્વામી કવલ (આહાર)ની ઈચ્છાવાળાને કેવળજ્ઞાન આપનારા થયા. તપથી આકુળ વ્યાકુળને પ્રાર્થના ન કરાયા છતાં માંગ્યું ન હોવા છતાં) અમૃતરસ, શીતલતા અને અજર – અમરત્વ શું પ્રદાન નથી કરતા ? - શ્રી કુમારપાલ રાજાને વિષે ઘણા અવસરે આલોકને અને પરલોકને વિષે ઉપકાર કરનારા શ્રી હેમચંદ્રસૂરિજી અને શ્રી આમ રાજા આદિના પણ બન્ને રીતે ઉપકારી શ્રી બપ્પભટ્ટસૂરિ આદિના દૃષ્ટાંતો વિચારવા ઈતિ ૪થો ભંગ.
આમાં પહેલાં ભાંગાના ગુરૂઓ તજવા યોગ્ય છે બીજા ભંગના ગુરુઓ પણ સદ્ગુરુનો સંયોગ થતાં તજવા લાયક છે કારણ કે તેઓનું પ્રમાદવાળું ચારિત્ર જોઈને શ્રોતાઓને તેમણે કહેલો ધર્મ પણ અશ્રધ્ધા અને ઉલ્લાસ વિનાનો પ્રાયઃ કરીને થાય છે. તેથી તેમના ઉપકારથી સિધ્ધિ થતી નથી.
વળી ઉત્તરોત્તર ગુરુના બે ભાંગા યોગ્ય છે. અને કલ્યાણની ઈચ્છાવાળાએ તેમની આરાધના સેવા વિ. કરવું એ પ્રમાણે આચાર્યને લગતી ચતુર્ભગી કહી.
હવે શ્રમણ (સાધુ) ના વિષયની ચતુર્ભગીની વિચારણા કરે છે. તે આ પ્રમાણે સમ્યકુચરણસિત્તરી અને કરણ સિત્તરીનું સુંદર આચરણ વિ. દ્વારા
2
289990999999999eshssassassessages99%aaaaaaaaaaaaઋa98aaaaaaaaaaaaaaaa
#awessmissBasaag#saaaaaa
#
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અંશ-૨, તરંગ-૪
talinathwaggiaILITHHHEHERaBaqaIBH/INષgયુવાનBHEIn
કરી