________________
બીજા શિષ્ય, ગચ્છ, શ્રાવક આદિની ચિંતા નહિ કરનારા આદિ વડે ઉપકાર નહિ કરવાના કારણે બહારથી અસાર રૂપ છે. શ્રી આર્યમહાગિરિ સૂરિની જેમ... તેમણે આર્યસુહસ્તિ સૂરિને ગ૭ સોંપીને તે વખતે જિન કલ્પનો વિચ્છેદ થયેલો હોવાથી જિન કલ્પને યોગ્ય કલ્પ (આચાર) ગચ્છની નિશ્રામાં રહીને પાળતા હતા.
એક વખત આર્યસુહસ્તિ સૂરિજી વિહાર કરતાં પાટલીપુત્ર નામના નગરમાં આવ્યા ત્યાં સુભૂતિ નામના શ્રેષ્ઠિએ ગુરુની વાણીથી પ્રતિબોધ પામી શ્રાવકપણે સ્વીકાર્યું - ગુરુ મહારાજે કહેલો ધર્મ સ્વજનોને બોધ પમાડવા માટે કહે છે. પરંતુ અલ્પ બુધ્ધિવાળા તેઓ બોધ પામતા નથી તેથી તેઓને પ્રતિબોધ કરવા માટે બોલાવાયેલા આર્યસુહસ્તિસૂરિજી તેના ઘરે આવ્યા. તેઓ દેશના જ્યાં શરૂ કરે છે તેટલામાં ત્યાં ભિક્ષા માટે આર્યમહાગિરિસૂરિજી પધાર્યા તે વખતે આર્યસુહસ્તિસૂરિજીએ ઉઠીને તેઓશ્રીને વંદન કર્યું. પછી ત્યાંથી એકાએક ભક્ષાને લીધા વગર જ શ્રી મહાગિરિસૂરિજી નીકળી ગયા (પાછા ફર્યા, તેવી રીતે નીકળેલા જોઈને શ્રેષ્ઠિએ આર્યસુહસ્તિગુરુને પૂછ્યું કે આપના પણ કોઈ ગુરુ છે શું ?
સૂરિજી એ કહ્યું કે હે શ્રેષ્ઠિ આ અમારા ગુરૂ છે. ત્યાગ કરવા લાયક ભીક્ષાને હંમેશા ગ્રહણ કરે છે (ગૃહસ્થને ત્યાં છેલ્લે વધેલી લુખી-સુક્કી ભીક્ષા લે છે) આદિ તેઓશ્રીના ગુણોના વર્ણનને સાંભળીને ઉત્પન્ન થયેલી શ્રધ્ધાવાળા તે શ્રેષ્ઠ શ્રાવકે સ્વજનોને કહ્યું કે જ્યારે તમે આવા પ્રકારના મુનિને જુઓ ત્યારે ત્યાગ કરવા યોગ્ય આહાર બતાવીને તેઓને આપવું જેથી કરીને મહાફલ પ્રાપ્ત થાય. પછી બીજે દિવસે તેઓશ્રીને ઉપયોગ મૂકતાં તે આહાર (ભીક્ષા) ને અશુધ્ધ જાણીને તે ગ્રહણ કર્યા વિના પોતાના સ્થાનમાં (ઉપાશ્રયમાં) જઈને શ્રી આર્યસુહસ્તિ સૂરિજીને ઠપકો આપ્યો કારણ કે તે જે વિનય કર્યો તેનાથી તો અમારી ભીક્ષા ગ્રહણ યોગ્ય ન રહી અર્થાત્ અeષણીય - અશુધ્ધ કરી, તે સાંભળી તેઓશ્રીએ કહ્યું કે હવે પછી ફરીથી આવી ભૂલ નહિ કરું એ પ્રમાણે કહીને શ્રી આર્ય સુહસ્તિસૂરિજી એ તેમની પાસે ક્ષમાયાચના કરી.
HasuBUBBBણBaahibilittlefiniiiiiiiiii
i
iiiiiiiiiiiiiiiiiiiiuષmasષાવાસવરnesian
Reggage3388898888agg
eesotato
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
14
અંશ-૨, તરંગ-૪
BEEEHIBBER
aaaaaaaaaaaaBaa99333333333 #aaaaaaaaaaaa