________________
અંશ-૨ (તરંગ-૪)
હવે રત્નના દૃષ્ટાંતથી ફરી ગુરુની ચતુર્વાંગી અને પ્રસંગાનુસારે સામાન્ય જીવાદિની ચતુર્થંગી કહે છે.
શ્લોકાર્થ :- રત્નોની જેમ કેટલાક આચાર્ય, શ્રમણ, શ્રાવક અને જીવો અન્તઃ સારા અને બાહ્ય પણ સારા હોય છે. પોતાના અને બીજાના બન્નેના ઉપર ઉપકાર કરનાર અને ઉપકાર નહિ કરનારા ચાર પ્રકારે હોય છે.
૧) પોતાના ઉપર ઉપકાર કરે અને બીજાઓ ઉપર પણ કરે, ૨) પોતાના ઉપર ઉપકાર કરે અને બીજાઓ ઉપર ન કરે, ૩) પોતાના ઉપર ઉપકાર ન કરે અને બીજાઓ ઉ૫૨ કરે, ૪) પોતાના ઉપર ઉપકાર ન કરે અને બીજાઓ ઉ૫૨ પણ ન કરે.
વ્યાખ્યા :- આચાર્યો, શ્રમણો, શ્રાવકો અને સામાન્યથી જીવો રત્નોની જેમ અંતઃ અને બાહ્ય સારા અને અસાર હોય છે. એ પ્રમાણે ચાર ભાંગા થાય છે. તેમાં કેટલાક રત્નોનું અંદરથી સા૨૫ણું અગર્ભિતપણાથી તથા અભંગુર૫ણાદિ થી જાણવું અને બહારથી સા૨૫ણું તેવા પ્રકા૨ના તેજ વિશેષ થી જાણવું ! તેવી રીતે આચાર્ય આદિનું બહારથી અને અંદરથી સાર પણાને વિષે સૂત્રકાર જ હેતુ કહે છે.
"सपरु जायाणु जायाणो वयार ओत्ति' આચાર્ય પોતાના ઉપર અને બીજાના ઉપર ઉપકાર કરનારા અને બન્ને ઉપર ઉપકાર નહિ કરનારા એ રીતે ઉપર બતાવ્યા મુજબ ચાર ભાંગા રૂપે વ્યાખ્યા કરવી. પોતાનું અને બીજા ભવ્યપ્રાણીઓનું બન્ને ઉપર ઉપકાર કરનારા અને બન્ને ઉપર ઉપકાર નહિ કરનારા એ કારણો થી ચાર પ્રકારે ભાંગા થાય છે. એ પ્રમાણે ગાથાર્થ થયો.
''
ફરી એની જ વિચારણા કરતાં કહે છે. કેટલાક રત્નોઅન્તઃ અને બાહ્ય અસાર હોય છે. જેમ કે કાચમણી અને કેટલાક અંદરથી અસાર અને બહારથી સારા હોય છે. દેડકી આદિ જેવા ડાઘવાળા અન્તઃ અસાર છે અને
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 112 અંશ-૨, તરંગ-૪