________________
સાધુઓનો ઉપકાર થાય છે. અને ગુરુ, બાલ, તપસ્વી, વૃધ્ધ બીમાર સાધુ ઓની સેવા વિ. કરવું તેને પરોપકાર કહેવાય છે. સમ્યક્ સમાચારીનો ઉપદેશ આપવો અને માર્ગમાં સ્થિર કરવાપણું વિ. પરોપકાર છે. તેમાં કેટલાક સાધુઓ સ્વ. પર ઉપકાર કરતા ન હોવાથી કાચમણીની જેમ (અન્તઃ અને બાહ્ય ) બન્ને રીતે અસાર છે અને તે પાસસ્થાદિ જ જાણવા.
કેટલાક પોતાના આત્મા ઉપર ઉપકાર કરનાર કારણ રૂપ સંયમ ગુણથી રહિત (વિકલ) હોવાથી બીજા રત્નની જેમ અન્તઃ અસાર છે. અને ગ્લાન વિ. અવસ્થામાં સુસાધુની સેવા વિ. ઉપકાર કરવામાં તત્પર હોવાથી બાહ્ય સાર રૂપ છે. અને તે સંવિગ્ન પાક્ષિક જ જાણવા.
કહ્યું છે કે વનમાં, બંધનમાં પડેલા, માર્ગમાં, ઓછું મળેલ હોય ત્યારે ગ્લાનપણા વિ. માં કાર્ય આવ્યે છતે સર્વ પ્રકારના આદર પૂર્વક અને જયણાદિ પૂર્વક જે સાધુનું કાર્ય કરે છે. તે મોક્ષનો ત્રીજો માર્ગ હોવાથી તે સંવિગ્ન પાક્ષિક કાંઈક યોગ્ય છે. વળી કહ્યું છેકે :- સાવદ્ય (પાપકારી) યોગનો પરિવાર વિ. યતિ ધર્મ સર્વ પ્રકારે ઉત્તમ છે. બીજો શ્રાવક-ધર્મ અને ત્રીજો સંવિગ્ન પાક્ષિક... ઈતિ બીજો ભંગ કહ્યો.
વળી કેટલાક તો પોતાની જ સિધ્ધિને ઈચ્છતા હોવાથી અન્તઃ સારભૂત અને પડિમાધારી જિન કલ્પીક સાધુની જેમ બહારથી અસાર છે ઈતિ ૩ જો ભાંગો.
કેટલાક પોતાના ઉપર અને બીજાઓ ઉપર ઉપકાર કરતાં હોવાથી ચોથા રત્નની જેમ અંતઃ અને બાહ્ય એમ બન્ને રીતે સારા છે. શ્રી ભરત ચકી, બાહુબલી પૂર્વભવના બાહુસુબાહુ શ્રી કૃષ્ણના પિતા વસુદેવનો જીવ સેવાભાવી નંદીષેણ મુનિ વિ. મહર્ષિઓની જેમ અંતઃ અને બાહ્યઃ એમ બન્ને રીતે સારા છે. ઈતિ ૪ ભંગ.
આ બન્ને (ત્રીજો અને ચોથો) ભાંગા યોગ્ય છે. તેઓ તે ભવમાં અથવા ત્રણ ચાર વિ. ભવમાં સિધ્ધિગામી થાય છે. ઉત્તરોત્તર પણ આ પ્રમાણેની ભાવના જાણવી એ પ્રમાણે સાધુઓની ચતુર્ભગી કહી.
gફ્ટરશ્નરશaaaaaaaaaaaરરરીસ્ટારડસ્ટક્કરરરરરરરરરરરરડીયaaa
a aaaaaa
88888888888888a98a8aaaaaaasaae%888કચ્છક88
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 116) અંશ-ર, તરંગ-૪ |