________________
ખાનારા, છ જીવની કાયના જીવોને દુઃખ આપનારા તાપસ વિ. ના ધર્મની કાંઈપણ અન્તઃ શુધ્ધિ નથી. બહારથી પણ શુધ્ધિ અલ્પાંશે છે. ભોળા લોકોને આનંદ આપનારા, વનમાં રહેનારા, ઝાડની છાલને પહેરનારા, કંઈક તપ રૂપ કષ્ટ અનુષ્ઠાન આદિને કારણે કંઈક બહારથી શુધ્ધિ છે આવા પ્રકારના ધર્મથી ઉત્કૃષ્ટગતિ જ્યોતિષ્ક દેવાદિ સુધી થાય છે.
આગમમાં કહ્યું છે કેઃ- તાપસો જ્યોતિષ્ક સુધી, ચરક અને પરિવ્રાજક, પાંચમા બ્રહ્મદેવલોક સુધી જાય છે. આવા પ્રકારના બીજા પણ ધર્મ આ ભંગમાં જાણવા ઈતિ ૨ જો ભંગ.
હવે બીજો ધર્મ શ્રેષ્ઠિઓના આભરણની જેમ અન્તઃ સારભૂત બાહ્ય અસારભૂત હોય છે. જેવી રીતે અવિરત સમ્યક દૃષ્ટિનો ધર્મ આમાં સમ્યદેવ - ગુરૂ અને ધર્મ પરની શ્રધ્ધા અને તેની આરાધનાનો પરિણામ પાપ ભીરૂપણું વિ. લક્ષણ વાળી અન્તઃ શુધ્ધિ હોવાથી અન્તઃ સાર છે. સ્કૂલ પ્રાણાતિપાત આદિ વ્રતની અવિરતિ હોવાથી તપ રૂપ કષ્ટ અનુષ્ઠાન વિ. થી રહિત હોવાથી બાહ્ય અસાર પણું છે. સત્યકી વિદ્યાધર આદિની જેમ આવા પ્રકારના ધર્મ કરનારાઓ નિયમા વૈમાનિક દેવગતિને છોડીને બીજું આયુષ્ય બાંધતા નથી.......
આગમમાં કહ્યું છે કે:- સમ્યક્દષ્ટિજીવો વૈમાનિકને છોડીને આયુષ્ય બાંધતા નથી. એ પ્રમાણે ૩ જો ભાંગો થયો - કહ્યો કેટલાક ધર્મ અન્તઃ અને બાહ્ય બન્ને રીતે સારા હોય છે. રાજાના આભૂષણની જેમ. - જેવો જૈનીઓનો સર્વવિરતિ ધર્મ છે. તે ધર્મ જે રીતે કહ્યો છે, તે રીતે અંતઃ શુધ્ધિ અને બાહ્ય શુધ્ધિવાળો હોવાથી બન્ને પ્રકારે સાર રૂપ છે. આ વાત સહજ ભાવે સમજી શકાય તેવી છે. તેથી તેનો વિસ્તાર કરતા નથી. આ પ્રકારના ધર્મથી જીવોની જધન્યથી સૌધર્મ દેવલોક, ઉત્કૃષ્ટથી સર્વાર્થસિધ્ધ સુધી ગતિ થાય છે. (મોક્ષ પણ પ્રાપ્ત થાય છે.)
દેશવિરતિધર્મ પણ આજ રીતે સમજવો. અન્તઃ શુધ્ધિ અને બહારની શુધ્ધિની વિચારણા અહીંયા પણ દેશતઃ કરવી.... આ દેશવિરતિ ધર્મથી ઉત્કૃષ્ટથી બારમાં દેવલોક સુધી અને જધન્યથી સૌધર્મ દેવલોક સુધી ગતિ
ខ្លួននន888888RRHឯងដងResuggagagagagagag88Rueea
શ્ન99999999999998888888a8ee88#ag
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (107)
તરંગ - ૧૫ ||
Baaaaaaaaaaaaaaaa