________________
સમતા-નમ્રતા, સરળતા, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અપરિગ્રહીતા આદિ, ગુણમયપણું ધર્મની અંતઃ શુધ્ધિ છે. એટલે કે અંતરમાં ધર્મ હોવાથી અંતર સાર રૂપ છે. વળી બહારની શુધ્ધિ કહે છે. બહારની દૃષ્ટિએ જોનારા જનને આનંદ આપનારા, ઠંડી ગરમી વર્ષાદાદિના કષ્ટને સહન કરનારા, વિવિધ પ્રકારના વનમાં વાસ કરવા વિ. ના કારણે સહન કરનારા, છઠ્ઠ – અઠ્ઠમ વિ. તપ ક્રિયા આદિ કરનારાની બહારની શુધ્ધિ જાણવી.
હવે ચાંડાલના આભરણની જેમ કેટલાક અંતરમાં ધર્મની શુધ્ધિ ન હોવાના કારણે અન્તઃ અસાર અને બાહ્ય શુધ્ધિના અભાવે બહારથી પણ અસાર છે. જેમ વેદ વિ. માં. કહેલ યજ્ઞ કરવો, સ્નાન કરવું, ગાય અને કન્યાનું દાન આદિ કરવું તે ધર્મ છે. તે ખરેખર સર્વજ્ઞ પણાથી રહિત વાળાથી કહેલ શાસ્ત્રના મૂલરૂપ હોવાથી હિંસા આદિથી યુક્ત મહા આરંભના કારણભૂત ધર્મ અન્તઃ શુધ્ધિના અભાવે અન્તઃ અસાર છે. આજ વાત આજ ગાથામાં પૂર્વે ગુરૂની ચતુર્ભગીમાં લેશથી વિચારેલી છે. તેવા પ્રકારના ધર્મને કહેનારા બ્રહ્મા-મહેશ આદિ દેવોનું અને વિશ્વામિત્ર આદિ ઋષિઓનું અસર્વજ્ઞ (અજ્ઞાન) પણું પ્રત્યક્ષ છે. (છતું કરે છે.)
તેવા પ્રકારની સમતા આદિનો અભાવ શ્રાપ આપવા વિ. ની પ્રવૃત્તિ, ઈન્દ્રીયોથી પરાજિત, અજ્ઞાન રૂપી અંધકારથી યુક્ત અને અપરાધ કરનારા તે કારણે અનર્થ આદિ થવાથી તેમાં અસર્વજ્ઞ પણું (અજ્ઞાનતા) સારી રીતે સમજી શકાય છે.
અસર્વજ્ઞપણાની પુષ્ટિ કરતાં કહે છે. કે બ્રહ્મા શિર (મસ્તક) વિનાના છે. હરિની દૃષ્ટિમાં રોગ છે. મહાદેવનું લીંગ લુપ્ત થયેલું છે. સૂર્યની ત્વચા ઉખેડવામાં આવી, અગ્નિ બધું ખાનારો છે. ચંદ્ર કલંકથી અંકિત છે. દેવેન્દ્ર પણ શરીરમાં રહેલા લીંગ વડે ચંચળ કરાયો છે પ્રાયઃ કરીને સન્માર્ગથી ભ્રષ્ટ થયેલા સમર્થ હોવા છતાં પણ આપત્તિ ને પામે છે. આથી તેવા પ્રકારના તેઓએ કહેલા ધર્મની અંતરમાં શુધ્ધિ કેવી રીતે હોય ? "
બહાર (બાહ્ય) પણ શુધ્ધિ નથી, બહાર પણ વિશેષ તપ રૂપ કષ્ટની ક્રિયા આદિનું દર્શન ન થવાથી બહારથી પણ શુધ્ધિ નથી.
BABARRASSERRRRRRRRRRRRRRRRRRRRRROGOBDOBB3888888888888BRROS
assaagaaaaaa%a893838888888a
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 105)
તરંગ - ૧૫ ]
ligatiBB%ERBIABELalitainitiatiittituttitutfitbinstaRamamandaliHilitialaaaaaaaaaaaaaakadhishithin