________________
વ૨દત્ત શ્રેષ્ઠિએ પોતાની સંપત્તિને શુભ માર્ગમાં (ક્ષેત્રમાં) વા૫૨ીને પ્રવજ્યા (દીક્ષા) લીધી તે હું છું. આ પ્રમાણે મારૂં ચરિત્ર મેં તમને કહ્યું.
આ પ્રમાણે સંસારમાં રાગદ્વેષનો વિલાસ જાણી ને જે યુક્ત (યોગ્ય) હોય તેનો આદર કરનારા થાઓ.
એ પ્રમાણે સાંભળીને કેટલાકે સર્વ વિરતિને અને બીજા કેટલાકે દેશિવચિંત આદિનો યથાશક્તિ સ્વીકાર કર્યો. તે સમડી પણ ઉત્પન્ન થયેલા જાતિસ્મરણથી સર્વ હકીકત સાક્ષાત્ જોઈને પ્રતિબોધ પામી અને ઝાડની ટોચ પરથી મુનિની આગળ એકાએક પડીને પોતાના દુચરિત્રની ક્ષમાપના કરી (યાચી) પછી મુનિના કહેવાથી અનશનનો સ્વીકાર કરી. નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બનેલી દવલોકમાં ઉત્પન્ન થઈ.
આ પ્રમાણે ભાવ રહિત હોવા છતાં, કષાયથી કલુષિત હોવા છતાં . જીવ દ્રવ્યથી પણ ધર્મ કરે છે. તો પણ કેટલાક અલ્પ સમયમાં બોધિને પામે છે. આ પ્રમાણે ભાવ રહિત ધર્મ કરનારા દાસીપુત્રનો સંબંધ (દૃષ્ટાંત) કહ્યો. અને તેથી જ પૂર્વે કહેલા ભાંગાથી આ ભાંગો કંઈક શુધ્ધ જાણવો.
એ પ્રમાણે આગળ કહેવાતાં ભાંગા વિશુધ્ધ - વિશુધ્ધ સમજવા. આ પ્રમાણે બીજા ભંગમાં રહેલા શ્રાવકો જાણવા તેવી રીતે કેટલાંક શ્રાવકો હૃદયમાં સભ્યધર્મના અનુષ્ઠાનની રુચી હોવાથી શ્રેષ્ઠિઓના આભૂષણની જેમ અંદરથી સારા હોય છે. અને વળી બહારથી અસાર હોય છે. કારણ કે ધર્મમાં વીર્યંતરાય વિ. ની વિરતિ વિ. અનુષ્ઠાન કરવામાં ઉલ્લાસ ન જાગવાથી અથવા ક્રિયાના વિષયમાં તીવ્ર રુચિની વિશેષતાથી દીક્ષાની ઈચ્છાવાળા પોતાના બાળકોને નિષેધ કરતાં નથી. અને બીજા પણ જે કોઈ દીક્ષા લે છે. તેનો દીક્ષા મહોત્સવ પોતેજ કરાવે છે. અને દીક્ષા લેનારાના સ્વજનોની આ જન્મ સુધી નિર્વાહ આદિની ચિંતાને કરે છે. ઈત્યાદિનો સ્વીકાર કરનારા પોતાની બધી દીકરીઓને શ્રી નેમિ જિનેશ્વર પાસે દીક્ષા અપાવતા, જાતે જ અઢાર હજાર સાધુઓને વંદન કર્યું છે જેણે એવા શ્રીકૃષ્ણ મહારાજા, શ્રીશ્રેણિક રાજા આદિના દૃષ્ટાંત અહીંયા જાણવા આ ત્રીજા ભાંગાના શ્રાવકો ક્રિયાથી રહિત હોવાથી બહારથી લોકોમાં ક્રિયા કરનારા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 103
તરંગ - ૧૫