________________
ફરી તે ચંપાનગરીમાં દત્ત શ્રાવકની જિનમતી નામની પત્નિની કુક્ષિથી ઉત્પન્ન થયેલો વરદત્ત નામનો પુત્ર થયો તે જન્મથી જ વૈરાગી હતો. યૌવનકાલમાં વિશિષ્ટ પ્રકારે સમ્યકત્વમૂલ ધર્મમાં ઉદ્યમવાળો, દાની, વિવેકી, મધુરભાષી, શોન્ત અને વિનયવંત થયો.
પૂર્વ ભવની પત્નિનો જીવ તો નર્કથી અવીને સંસારમાં ભવો ભમીને તેજ શ્રેષ્ઠિના ઘરમાં દાસીપુત્ર રૂપે જન્મ્યો અને દુષ્ટ, ઠગ એવો તે દાસીપુત્રના નામથી પ્રસિધ્ધ થયો અનુક્રમે પિતાનો સ્વર્ગવાસ થતાં વરદત્ત ઘરનો સ્વામિ બન્યો. તે પૂર્વ જન્મના સ્નેહથી દાસીપુત્રને સગાભાઈ સરિખો માને છે. તેને વસ્ત્રો વિ. આપવા છતાં પણ તે દાસીપુત્ર તો વરદત્તને શત્રુની જેમ જુએ છે. તેનો એવો ધર્મગુણ જોઈને રાજી થયેલો શ્રેષ્ઠિ વિચારે છે કે મારો આ ભાઈ જૈન ધર્મનો અનુરાગી છે પરંતુ કર્મના વશથી નીચ કુલમાં ઉત્પન્ન થયો છે. શ્રી જિનધર્મમાં કુલની પ્રધાનતા નથી. કારણ “અહી કુલ પ્રધાન નથી” મારે બીજો ભાઈ નથી માટે ધર્મથી આજ મારો ભાઈ છે. તેથી રાજાની સામે તેને લઈ જઈને ભાઈ તરીકે સ્થાપે તે પ્રમાણે તેને ભાઈ કરીને તેને આદર – માન આપવા લાગ્યા ત્યારબાદ શ્રેષ્ઠિ વિશ્વાસ પૂર્વક તેને બધું આપે છે. તો પણ પૂર્વના વૈરથી શ્રેષ્ઠિના વિશ્વાસને માટે બહારથી ધર્મમાં ઉદ્યમિત રહેલો એવો તે શ્રેષ્ઠિને હણવા માટે અનેક પ્રકારના ઉપાયો ચિંતવે છે. - એક વખત તાલપુર વિષને પાનમાં નાંખીને તે પાનનું બીડું તેણે શયન વખતે શ્રેષ્ઠિને આપ્યું. શ્રેષ્ઠિએ તો તેણે આપ્યા પૂર્વેજ ચારે પ્રકારના આહારના પચ્ચખાણ કરી લીધા હતા. તો પણ તેના આગ્રહથી (માન રાખવા માટે) લઈને ઓશિકાની નીચે મૂક્યું..... હવે વિધિની વક્રતાથી પાન જમીન પર પડી ગયું. પ્રભાતે વરદત્ત શ્રેષ્ઠિની પત્નિ તે જોઈને તેને લઈને ઘરના આંગણે
જ્યાં આવે છે. ત્યાં જ દાસીપુત્રને જોઈને કહ્યું હે દેવર ! આ તાંબુલને ગ્રહણ કર. તેણે પણ તે પાન લઈ ને ખાધું અને તુર્તજ તે જમીન પર ઢળી પડ્યો. “સ્વામિ દ્રોહી છે એમ જાણી પ્રાણો તેને છોડી ચાલ્યા ગયા આર્તધ્યાનથી મૃત્યુ પામીને આ જે દેખાય છે તે સમડી બની છે તે જાણો.
આવા પ્રકારનું તેનું સ્વરૂપ જાણીને ભવપર વૈરાગ્ય ભાવવાળા બનેલા || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 102)[ તરંગ - ૧૫ ||
રરરરરરુક્ષરશ:
રક્ષaaaaaaaaaaaawaaધ્યaaaaaaaaaaaaaaa888888888888
780380838088888888888888888888888888888888888
BHકામ