________________
શ્રાવક રૂપે પ્રસિધ્ધ પામતાં નથી. તેથી તેઓ બહારથી અસાર છે. અંતરમાં સારા પણાથી તો પહેલાં નહિ બંધાયેલ આયુષ્યવાળા અથવા અંતરમાં સમ્યત્વ હોવાથી વૈમાનિક દેવને છોડી બીજી કોઈ ગતિનું આયુષ્ય બાંધતા નથી. આગમમાં પણ કહ્યું છે. કે સમ્યકત્વ ન ગયું હોય તો અથવા આયુષ્ય બંધાયેલું ન હોય તો નરકમાં જતા નથી. બાંધેલા આયુષ્યવાળા કે નહિ બાંધેલા આયુષ્યવાળા બન્ને પ્રાયઃ કરીને સંખ્યાત ભવોમાં સિધ્ધિ ગતિને મેળવે છે. અને કેટલાક તો ત્રીજે ભવેપણ મુક્તિ ને પ્રાપ્ત કરે છે.
હવે કેટલાંક રાજાના આભરણની જેમ અંદરથી અને બહારથી સારા હોય છે. હૃદયમાં રુચિનો ભાવ હોવાથી અને બહારથી રત્નની ઉપમાવાળા અતિશયથી યુક્ત સમ્યકત્વ મૂલ બાર વ્રતને ધરનારા, પડિમા આદિ વિશેષ પ્રકારના અનુષ્ઠાન વડે અધિકતર શોભાને ધારણ કરવા વડે કરીને આનંદ, કામદેવની જેમ સારા હોય છે. અને તેઓ આ લોકમાં પણ રાજાના અધિકારી મંત્રી વિ. માં મોટી પ્રશંસા માન - પાન બહુમાન પામે છે. અને પરલોકમાં બારમા દેવલોક સુધીના સુખ સંપત્તિને પામે છે.
જધન્યથી ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવમાં મુક્તિ સુખને મેળવે છે. ઈતિ. શ્રાવકોનો ચોથો ભાગો કહ્યો અને એના ચારેય ભાંગાને પરસ્પર દરેક ભંગ ઉત્તરોત્તર વિશેષ પ્રકારે આગળ વિચાર્યા છે. - એ પ્રમાણે ક્રિયાને આશ્રયીને શ્રાવકોની ચુતભંગી કહી છે. હવે તે ક્રિયાને જ ધર્મના વિષયથી અધિકારી કરીને (પ્રધાન્ય આપીને) વિચારાય છે. તે આ પ્રમાણે. - અત્ત ઃ અને બાહ્ય શુધ્ધિ એમ બે પ્રકારે ધર્મને આશ્રયીને શુધ્ધિ છે ધર્મ અને ધર્મી જુદા નથી. તેથી ધર્મ કરનારાના જ મનના પરિણામ, તત્વાદિનું જાણ પણું, શાસ્ત્રના લખાણ, બહારની ક્રિયા આદિની અપેક્ષા કરીને ધર્મને શુધ્ધિ - અશુધ્ધિ વિચારવી (જાણવી) અને તેવીજ રીતે વિચારીએ છીએ. ધર્મની અંતઃ શુધ્ધિ તે આ રીતે સર્વજ્ઞનું કહેવું ધર્મને પ્રવર્તાવનારાઓનું સાચી રીતે જીવ અજીવ આદિ તત્ત્વના જાણ પૂર્વક, સ્થૂલ કે સૂક્ષ્મ સમસ્ત જીવ રક્ષાનો પરિણામ પોતાની સકલ શક્તિ મુજબ તે વિષયમાં પ્રયત્ન કરનારો
BBBB88888888888888heraluaisituaniasessagessaagaaaaaaaaaaaaaaaaaaaaaaa%aa%Baaaaaaaaaans
gazaaaaaaaaaaaaaaaa%a88888888888888888888a
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 104), તરંગ - ૧૫
|