________________
રાજાએ મોકલેલ અભયકુમારના બંધનને માટે કપટ કરી શ્રાવિકા બનેલી વેશ્યા, શ્રાવકની પુત્રીની સાથે લગ્ન કરવા માટે માયા (કપટ) થી શ્રાવક થયેલા બુધ્ધદાસની જેમ, બબ્બરકુલના બાળ સાધુનું વેચાણ કરનાર શ્રાવક આદિના દૃષ્ટાંતો યથા યોગ્ય અહીંયા કહેવા - વિચારવા - જાણવા વળી તેઓ એભવ્ય અથવા દુર્ભવ્ય પણ હોય અને તેઓની ગતિ પણ પ્રથમ ગુણ સ્થાનકે રહેલાની જેમ યથાયોગ્ય કહેવી જાણવી.
સમ્યકત્વથી રહિત હોવાથી ધર્મની ક્રિયાના વિષયમાં શ્રધ્ધાદિ ન હોવાથી શ્રાવકપણાને લોકમાં બતાવીને ખરાબ વ્યાપાર, પર દ્રોહ, વિશ્વાસઘાત વિ. માં તત્પર પણાથી શ્રીજિન ધર્મ વિષયક અપભ્રાજના કરનારા તેઓમાંથી કેટલાકને પણ લાંબા કાળ સુધી ભવભ્રમણ થાય છે.
ઉત્સુત્ર ભાષણ કરવાથી નિયમાં અબોધિ પણાને પામે છે. તેથી ભવની વૃધ્ધિ થાય છે. તે કારણે સરળપણાને ધારણ કરવું વળી કેટલાક અંતરમાં શ્રધ્ધા ન હોવા છતાં પણ બહારની ક્રિયાના અભ્યાસ વિ. થી પરલોકમાં બોધિને પણ પામે છે. અને સાત આઠ ભવમાં સિધ્ધિને પણ પામે છે. વરદત્ત શ્રેષ્ઠિ અને દાસીપુત્રની જેમ.
'વરદત્ત અને દાસીપુત્રની કથા
તે આ પ્રમાણે આજ ભરત ક્ષેત્રમાં આવેલી કૌશામ્બી નગરીમાં નરસિંહ રાજા અને કનકવતી નામની રાણી રહેતા હતાં ત્યાં એક વખત અવધિજ્ઞાની એવા વરદત્ત નામના સાધુ ઉદ્યાનમાં આવ્યા. તેમને વંદન કરવાને માટે ગયેલા નગરલોકોને મુનિએ ધર્મદેશના આપવી શરૂ કરી. ધર્મ કથા કરતાં વચમાં મુનિવર એકાએક હસી પડ્યા તે જોઈને આશ્ચર્ય પામેલા સભાજનોએ મુનિને વિનંતી કરી કે ભગવન્! બીજા સપુરુષો પણ કારણ વિના હસતા નથી રાગ દ્વેષાદિથી રહિત આપના જેવા તો કારણ વિના કેવી રીતે હસે ? તો કૃપાકરી હાસ્યનું કારણ બતાવો..... કહો, ત્યારે વરદત્ત સાધુએ કહ્યું કે ભદ્ર પુરુષો ! સાંભળો..... જુઓ આ લીમડાના ઝાડના ટોચ પર બેઠેલી જે
[HRવસવસહaatensatsaataaaaaaaaaaaaaa#સાર રણકasasaranteષanયariાતિinnaeasaaaaaaaashયા !
insulinainspinatiniannathalasanatuuuuuuuuuuuuuuuuugathi
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 100)
તરંગ - ૧૫ |
22
82
@gRgAagae
38ાલ
ક્ઝાઢggeaugaaaaaaaaaaaaaa