________________
વળી કેટલાક રાજાના આભૂષણની જેમ અંતઃ અને બહાર એમ બન્ને રીતે સાર ભૂત હોય છે હૃદયમાં અને બહાર સમ્યક્ શ્રુતને ધારવાથી રત્નની ઉપમાવાળા અને નિરૂપમ અતિશયવાળા, વિવિધ લબ્ધિ અને સમૃધ્ધિથી અત્યંત શોભવાથી અંદર અને બહારથી સારા છે. તેમાં વજાસ્વામિ આદિના દૃષ્ટાંતો પ્રગટ જ છે. આ ચોથા ભંગથી યુક્ત ગુરુઓ શ્રી જૈન શાસનની પ્રભાવના કરવામાં જ તત્પર પોતાને અને બીજાને તારવામાં સમર્થ ભવરૂપી સમુદ્રને તરવાને ઈચ્છતા એવા જીવોને પ્રવહણ (નાવ)ની જેમ આશ્રય કરવા યોગ્ય છે. આવા ગુરુ પ્રાપ્ત ન થયે છતે ત્રીજા ભંગવાળા ગુરુઓનો આશ્રય કરવો પહેલા બે ભાંગા જેવા ગુરુઓ તજવા યોગ્ય જ છે. એ પ્રમાણે શ્રતને આશ્રયીને ગુરુમાં રહેલા ચાર ભાંગા કહ્યા (ગુરુના વિષે ચાર ભાંગા કહ્યા)
હવે ક્રિયાને આશ્રયીને શ્રાવકોની ચતુર્ભગી કહે છે :- શ્રતને આશ્રયીને તેઓની ચતુર્ભગી દેખાતી નથી, કારણ કે વિશેષ પ્રકારના કૃતનો અધિકાર તેઓને ન હોવાથી કહ્યું છે :- યતિ વ્રતનો યોગ કરવા માટે જધન્યથી અષ્ટ પ્રવચન માતાને અનુસરતા સૂત્રને ભણવું ઉત્કૃષ્ટ છ જવનિકાય અધ્યયન સુધી ભણવું ઈતિ.
કેટલાક શ્રાવકો ક્રિયાને આશ્રયીને ચાંડાલના આભરણની જેમ અંદરથી અને બહારથી અસાર છે તે બતાવતાં અહીં કહે છે કે ક્રિયા શ્રધ્ધા વિધિ, અનુષ્ઠાન, વ્યવહાર શુધ્ધિ, જિનપૂજા, ગુરુ સેવા, સુપાત્રદાન, હિંસાદિથી નિવૃત્તિ (અહિંસાનું પાલન) સામાયિક, આવશ્યક વિ. રૂપ ક્રિયા. તે ક્રિયા કેટલાકના હૃદયમાં રુચિ રૂપે હોતી નથી અને બહારથી કરવા રૂપે પણ નથી. કેવલ શ્રાવક કુલમાં ઉત્પન્ન થવાના કારણે શ્રાવક નામ માત્ર ધારેલું છે. તે શ્રાવકો પ્રથમ ભાંગામાં આવેલા જાણવા અને વળી તેઓને ધર્મના વિષયમાં રુચિ ન હોવાથી સમ્યકત્વાદિથી રહિત પ્રથમ ગુણ સ્થાનકમાં રહેનારા ઘર, સ્ત્રી, ધન, પુત્રાદિથી જકડાયેલા (પુત્રાદિ રાગવાળા) કુટુંબને માટે અનેક પ્રકારના આરંભ કરનારા, અહીંયા દુઃખી અને અપયશના પાત્ર થાય છે. વળી પરલોકમાં એકૅન્દ્રિયાદિમાં ગયેલા લાંબા કાળ સુધી ભવમાં ભમે છે. ધનપ્રીય શ્રેષ્ઠિ વિ. ની જેમ
feeezezee2222222a9%egasz88289 23382aa%રક્ષર ક
રાવડરરશasઝરરર૩ર૪ર૪રરરરરકારત્રરાયasad
@gawadesa83988888888888888888888888888
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (98). તરંગ - ૧૫ ]