________________
કહ્યું છે કે :- પુત્રાદિમાં રાંગવાળા અજ્ઞાન અને પ્રમાદમાં પડેલા જીવો ધન પ્રીય શ્રેષ્ઠિની જેમ એકેન્દ્રિયમાં ઘણીવાર ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ભવભાવનામાં કહ્યું છે. વળી કેટલાક હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્માદિથી વિરતિ નહિ પામેલા ભક્ષ્ય અભક્ષ્ય પેય - અપેય આદિમાં વિવેક વગરના આ લોકમાં પણ સમાજથી બહાર થાય છે. ધન, રાજ્ય વિ. થી ભ્રષ્ટ થાય છે. ઈન્દ્રિયાદિ અંગ છેદ, કમોત વિ. ને પામે છે. અને પરલોકમાં ભીમઆદિની જેમ દુઃખ પામે છે. તે પણ ભવ ભાવનામાં જ કહ્યું છે કે :- જીવહિંસા ક૨વાથી ભીમ, અભક્ષ્ય ભક્ષણથી કુંજર રાજા અને આરંભ કરવાથી અચલ નરક ગતિને પામ્યો તેના ઉદાહરણો છે. શ્રાવક નામ માત્ર ધારવાથી તેઓનો કોઈપણ જાતનો ઉધ્ધાર થતો નથી. નામ માત્ર ધારવાથી અર્થની સિધ્ધિ ન થતી હોવાથી તેઓનો ઉધ્ધાર થતો નથી. (ફક્ત નામ માત્રથી અર્થ સરતો નથી)
-
હકીકતમાં પણ ભોમ ગ્રહનું મંગલ નામ પ્રસિધ્ધ હોવા છતાં પણ મંગલ વિ. અર્થ સાધ્ય બનતો નથી. અને તેવું જોવામાં પણ આવતું નથી ભોમમાં મંગલ નામ, વિષ્ટિમાં ભદ્રા, અનાજના ક્ષયમાં વૃધ્ધિ, તીવ્ર ફોડલા હોતે છતે શીતળા, હોળી પર્વનો રાજા, નામથી મીઠું પણ મીઠા પણું હોતું નથી. નામથી ઝેર પણ તેમાં મીઠાશ હોય છે. શોકમાં બહેન પણાનો આરોપ, પણાંર્ગનામાં પાત્રપણું હોતું નથી. નામથી ગમે તેવું શ્રેષ્ઠ છતાં અર્થથી તેમાં કાંઈ વાસ્તવિકતા નથી એ પ્રમાણે ચાંડાલના આભરણની જેમ શ્રાવકોને કહ્યા વળી કેટલાક વેશ્યાના આભરણની જેવા કહ્યા છે. કારણ કે તેઓમાં ક્રિયાનો પરિણામ ન હોવાથી ક્રિયાને લઈને અન્તઃ અસાર અને બાહ્ય સારા હોય છે. આ લોકના લાભ, રૂપ, પૂજા વિ. માટે કેટલાક ધર્મના અર્થિઓ સ્વ સ્વ અને પરના કાર્યની સિધ્ધિ માટે (સિધ્ધિની ઈચ્છાથી) અને ક્યારેક બીજાને છેતરવા માટે સારી રીતે શ્રાવકની ક્રિયા કરવામાં નિપુણ હોવાથી અંતઃ અસાર અને બાહ્ય સારા હોય છે. એવા પ્રકારના ઘણા દૃષ્ટાન્તો આજના કાળમાં દુઃષમ કાલના પ્રભાવથી ડગલેને પગલે ધર્મના નામે ઠગનારા સુલભ છે.
જીનદાસ શ્રેષ્ઠિના ઘોડાનું અપહરણ કરનાર બ્રહ્મચારી, ચંડપ્રદ્યોતન
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) ( 99
તરંગ - ૧૫
-