________________
વ્રતથી ભગ્ન થયેલા તમારા પિતા અહીંયા આવીને કુંભારના ઘરે રહ્યા છે સવારે તમારું રાજ્ય પડાવી લેશે એ પ્રમાણે મંત્રીના શબ્દ સાંભળીને પુત્ર રાજાએ કહ્યું કે જો રાજા (પિતા) રાજ્યને લઈ લે તો તે મારું ભાગ્ય છે હું તેઓના ચરણની સેવા કરીશું. પછી મંત્રિએ કહ્યું કે આ અયોગ્ય છે. પોતાનું રાજ્ય આપવું ન જોઈએ.
વિવિધ યુક્તિ વડે પિતા પણ હણવા યોગ્ય છે માયાથી ભરેલું તેણે (મંત્રીએ) કહેલું સ્વીકારીને રાજા, પિતાની હત્યા કરવા માટે રાત્રિએ જ હાથમાં તલવાર લઈને કુંભકારના ઘરે ગયો. કોઈ છીદ્ર દ્વારા પિતામુનિને જુએ છે. તેટલામાં યવઋષિ પેલી ગાથાનો પાઠ કરે છે. તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે મારા પિતાએ જ્ઞાનથી મને અહીં તહીં જોતો જાણ્યો વળી જો આ જ્ઞાની હોય તો મારી બહેન ક્યાં છે તે કહે ? તેટલામાં તેઓ બીજી ગાથા બોલ્યા તે સાંભળીને વિશ્વાસ પેદા થયો ગુણની પ્રશંસા વિ. કર્યું, વળી ફરી ચિંતવ્યું :
મારી બહેન-જેણે છૂપાવી છે તેનું નામ પિતા જાહેર કરે ! તેટલામાં ત્રીજી ગાથાનું પુનરાવર્તન કર્યું. (ત્રીજી ગાથા બોલ્યા, તે પછી સંદેહ દૂર થઈ જવાથી હર્ષિત થયેલા એવા તેણે દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો અને જ્ઞાની એવા પિતાની હત્યા કરવાની ઈચ્છાવાળો તે પોતાની જાતને નીંદતો આંખમાંથી અશ્રુ વહાવતો મુનિને નમીને પોતાના અપરાધને પ્રકટ કરવામાં તત્પર એવા તેને ક્ષમા માંગી ત્યારે મુનિએ મૌનને ધારણ કર્યું, મૌન એ જ સર્વાર્થનું સાધન છે. કહ્યું છે કે - “મૌન સર્વાર્થ સાધનમ્” પછી ત્યાંથી રાજા પોતાના મહેલે આવ્યો બાકી રહેલ રાત્રિને પૂર્ણ કરી પ્રભાતે મંત્રીના ઘેર સુભટો સાથે તપાસ કરતાં ભોંયરામાંથી બહેન પ્રાપ્ત થઈ. મંત્રીને દેશવટો આપ્યો પછી જ્ઞાની એવા મુનિની પ્રશંસા કરી અને તેને નમીને મંત્રી વિ. અને બીજા લોકો સાથે તેમણે (મુનિએ) કહેલા ધર્મને સ્વીકાર્યો ત્યારબાદ તે યુવરાજઋષિ બન્ધ વર્ગને પ્રતિબોધિને ગુરુની પાસે પહોંચ્યા, પ્રમાદ ને છોડીને શ્રુતનો અભ્યાસ કરવા લાગ્યા અને તપ તપીને દેવલોકે ગયા આ પ્રમાણે યુવરાજ ઋષિ કથા પૂર્ણ થઈ.
ARBRRRRRRRRRRRRRRRRRRRRRRRRR88888888RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRAARSBABBARRRRRRRRRANDO
#Bagdana Bougaaaaaaaaaaaaataaaaaaaa48ષ્ણા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
તરંગ - ૧૫ .